Related Questions

સમાધિ મરણ શું છે?

એટલે મરણને કહીએ કે, 'તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ 'સમાધિ મરણ' આવજે !'

સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય. પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું હાલમહાલ હોય નહીં ! નિરંતર સમાધિ ! દેહને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં. દેહ તો ઉપાધિવાળો ખરો કે નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એકલો ઉપાધિવાળો જ નહીં, વ્યાધિવાળોય ખરો કે નહીં ? જ્ઞાનીને ઉપાધિ અડે નહીં. વ્યાધિ થઈ હોય તો અડે નહીં. અને અજ્ઞાની તો વ્યાધિ ના થઈ હોય તો વ્યાધિ બોલાવે ! સમાધિ મરણ એટલે 'હું શુદ્ધાત્મા છું' એવું ભાન રહે ! આપણા કેટલાય મહાત્માઓનાં મરણ થયાં તે બધાને 'હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું ભાન રહ્યા કરે. 

×
Share on