આત્મજ્ઞાન એટલે જ્યારે તમને ‘હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ મળે છે. ત્યારે તમને અનુભવ થશે કે તમે શુદ્ધાત્મા છો અને આ દેહથી જુદા છો.
જ્ઞાની પુરુષની કૃપાથી બે કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્તિનો વૈજ્ઞાનિક પ્રયોગ કે જેને જ્ઞાનવિધિ કહેવાય છે, તેનાથી સરળતાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે.
આ બે કલાકની જ્ઞાનવિધિ દરમ્યાન:
વ્યક્તિની આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે. એકવાર આત્મજાગૃતિ પ્રાપ્ત થયા પછી, તે જાગૃતિ ક્યારેય જતી નથી. જ્યારે “હું આ દેહ છું”, એવો અનુભવ જાય છે, ત્યારે તમારા નવા કર્મો બાંધવાના બંધ થઈ જાય છે. તમને ‘હું કોણ છું?’ વિશેનું જ્ઞાન અને જાગૃતિની સાથે સાથે ‘કર્તા કોણ છે’ તેનો પણ અનુભવ થાય છે.
ત્યારબાદ, રોજબરોજના વ્યવહારિક ઉદાહરણ દ્વારા તમને જીવન કેવી રીતે જીવવું, તે સમજાવવામાં આવશે કે જેથી નવા કર્મો ચાર્જ ના થાય. પછી તમે એ પણ જાણશો કે તમારા પૂર્વના જૂના કર્મોને કેવી રીતે સરળતાથી પૂરા કરી શકાય અને તમે શુદ્ધાત્મા જ છો, એ જાગૃતિ નિરંતર રહેશે.
કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના અને ખુલ્લા હૃદય સાથે આવવું જોઈએ. એવી માનસિકતા રાખવી કે, ‘જે કંઈ પણ આધ્યાત્મિક જ્ઞાન મને આપવામાં આવી રહ્યું છે, હું તેને હૃદયથી સ્વીકારવા માગું છું અને તેને આત્મસાત્ કરી અને પછી જે કંઈ પણ સૂચનાઓ આપવામાં આવે; તેને આ આધ્યાત્મિક પથ પર પ્રગતિ કાજે હું ધીમે ધીમે અને નિરંતર અનુસરવા માંગુ છું.’ કોઈ પણ ધાર્મિક ક્રિયા, ધ્યાન કે આધ્યાત્મિક ક્રિયાકાંડ કરવાની કે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવાની જરૂર નથી.
જ્ઞાનવિધિ અને બધા જ સત્સંગ સંપૂર્ણપણે નિઃશુલ્ક અને કોઈ પણ પ્રકારના ગુપ્ત ખર્ચ (કિંમત) વિના છે.
જ્ઞાનવિધિ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે અને તેનો લાભ અઢાર વર્ષથી ઉપરના વયની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. અહીં પોતાના ધર્મ કે ગુરુને બદલવાની કોઈ જ જરૂર નથી; જ્ઞાની પુરુષનો સત્સંગ કોઈ પણ જ્ઞાન, ધર્મ, જાતિ, શૈક્ષણિક, વૈવાહિક અને સમાજિક હોદ્દાઓથી પર અને દરેક માટે સમાન છે.
સ્વયં પ્રયત્નો કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જેવી રીતે તમારી તબિયત ખરાબ હોય ત્યારે તમે ડૉક્ટર પાસે દવા લેવા જાવ છો, તેવી રીતે તમારે તમારા સાચા સ્વરૂપ (ખરા આત્મા)ને અનુભવવા માટે, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જોઈશે. માત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કૃપાથી જ તમને તમારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ થશે.
પરમ પૂજ્ય દાદા ભગવાન એવા જ એક જ્ઞાની પુરુષ હતા કે, જેમની મહીં કુદરતી રીતે જ આત્મજ્ઞાનનું પ્રાગટ્ય થયું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીના આશીર્વાદ થકી પૂજ્યશ્રી દીપકભાઈ આજે એ જ આત્મજ્ઞાન વિધિ દેશ-વિદેશોમાં વસતા મુમુક્ષુઓને કરાવી રહ્યા છે, જેથી તેઓ સંસારમાંથી મુક્તિ મેળવીને મુક્તિ (મોક્ષ)ના પંથે પ્રગતિ સાધે.
તમારા નજીકના સ્થળે, હવે પછીની જ્ઞાનવિધિની વિગતવાર માહિતી મેળવી શકશો અહીંથી.
અનુભવોને વાંચો અને જુઓ.
અસંખ્ય લોકોએ જ્ઞાનવિધિમાં ભાગ લીધા પછી તેમના જીવનમાં શાંતિનો અનુભવ કર્યો છે. તમે એમના અનુભવો અહીં વાંચી અને જોઈ શકશો.
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબર ને? શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે, જો સુખ અનુભવ્યા પછી,... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને!
A. 'પોતે કોણ છે?' એના પર જો કોઈને શંકા પડતી નથી ને! એ શંકા જ પડતી નથી ને, પહેલી! ઊલટા, એને જ સજ્જડ કરે... Read More
A. અનંતકાળથી, પોતે દેહરૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહને જે કંઈ પણ થાય છે,... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ છું.’ આપણે એમ પણ કહીએ છીએ કે, ‘મારું નામ ચંદુલાલ છે.’ તો આડકતરી રીતે,... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્ત્વ શું છે? તે કેવી રીતે હિતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહીં પરંતુ, સંસાર વ્યવહાર... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યું હશે કે મોક્ષપ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પૂરી કરવા અને આત્મમુક્તિના પંથ પર પ્રગતિ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારું દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્ત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે? ના... Read More
subscribe your email for our latest news and events