Related Questions

જૂઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું? તેનો પશ્ચાતાપ કેવી રીતે કરવો?

પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને?

દાદાશ્રી: ચોક્કસ વળી! પણ જૂઠું બોલ્યા હોય ને, તેના કરતા જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મ બંધ કરે છે. આપને સમજમાં આવ્યું? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને? શું હેલ્પ કરશે?

પ્રશ્નકર્તા: જૂઠું બોલતાં અટકવું જોઈએ.

દાદાશ્રી: ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે, 'શું કરું?! આવું જૂઠું ના બોલવું જોઈએ.' પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. 'હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે, અને જૂઠું બોલવું એ જ બંધન છે.' એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારાં જૂઠું બોલવાના પાપો બંધ થઈ જશે.

'રિલેટિવ ધર્મ' કેવો હોવો જોઈએ કે જૂઠું બોલાય તો બોલ પણ તેનું પ્રતિક્રમણ કર.

×
Share on