• question-circle
  • quote-line-wt

મનનું વિજ્ઞાન

અન્ય ઈન્દ્રિયોની જેમ, માનવ મનનું પણ પોતાનું કાર્ય છે. મનનું કાર્ય વિચારવાનું છે. તે સારું પણ નથી કે ખરાબ પણ નથી. મન ગાંઠોનું બનેલું છે. જ્યારે બહાર કે અંદર કોઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે, ત્યારે મનમાં ગાંઠો ફૂટે છે અને વિચારો આવે છે. આ ગાંઠોનું ફૂટવું એટલે વિચારોની શરૂઆત થાય છે. અને આવા ઘણા વિચારો આવે છે ને જાય છે. આપણું કાર્ય એ છે કે મનમાં જે વિચારો આવે છે તેને જોવાના.

જ્યારે ઘણા બધા વિચારો એકસાથે આવે છે, ત્યારે આપણને થાય છે કે મનને મારી નાખીએ. પરંતુ, મનને મારી નાખવું એટલે ઉદાસીન થવું અને ઉદાસીન થવું એટલે આપણી વિચારવાની શક્તિને મારવી, એના જેવું છે. મોક્ષ મેળવવા માટે મનની જરૂર છે, કારણ કે આત્મજ્ઞાન પામવું હોય તો મનની જરૂર પડશે. ઉદાસીન બની જવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય બનતું નથી, જે મુક્તિ તરફ લઈ જાય છે.

‘જીવનરૂપી સમુદ્ર’માં મન એ ‘નાવ’ જેવું છે; અને આ નાવ વડે જ મનુષ્ય સમુદ્રને પાર કરીને કિનારે, એટલે કે મુક્તિ સુધી પહોંચી શકે છે. તેથી મનને મારવાનું નથી, પણ તેને ઓગાળવાનું છે.

માણસનું મન કેવી રીતે કામ કરે છે? તેની વૈજ્ઞાનિક સમજણ માટે આગળ વાંચો...

અંતઃકરણ - બાહ્યકરણ

અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે છે. તેઓ ભેગા મળીને કામ કરે છે અને પછી રૂપકમાં ક્રિયા થાય છે. અંતઃકરણ અને બાહ્યકરણ વિષે વધુ જાણવા નિહાળો આ વિડિયો…

play
previous
next

Top Questions & Answers

  1. Q. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?

    A. ...એને કહેવાય વિજ્ઞાની! હવે મન શાથી ઊભું થયું છે, એ જો શોધી આપે તો હું એને વિજ્ઞાની કહું. સહુ કોઈ... Read More

  2. Q. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?

    A. આજનું મન, એટલે ગતભવની માન્યતા! પ્રશ્નકર્તા: મન, જીવ અને આત્મા એ વિશે કંઈ કહો. દાદાશ્રી: આ મન છે... Read More

  3. Q. શું હું મંત્રોના જાપ કરીને મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?

    A. સ્વ-સ્વરૂપની ભજના... પ્રશ્નકર્તા: મનની વધુ શાંતિ મેળવવા માટે એવો કયો જપ વધુ કરવો કે જેથી મનની... Read More

  4. Q. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?

    A. માંડે મન સંસાર જંગલમાંય! આ તો અહીં બેઠા હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠા, તે જરાક અહીંયા... Read More

  5. Q. મનને કેવી રીતે શાંત કરવું? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?

    A. પ્રયત્નો, ખીલે બાંધવાના... દાદાશ્રી: મન સ્થિર કરવાનો શો ઉપાય કર્યો છે અત્યાર સુધી... Read More

  6. Q. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?

    A. મોક્ષે જવાનું નાવડું! પ્રશ્નકર્તા: બધાય 'મનને મારો' એમ જ કહે છે. દાદાશ્રી: હા. મનને કેમ મારવાનું?... Read More

  7. Q. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબૂમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?

    A. પ્રશ્નકર્તા: મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે... Read More

  8. Q. મન કેવી રીતે કાર્ય કરે છે?

    A. મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય... Read More

  9. Q. શું મન અને મગજ એક જ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?

    A. મન, મગજ ને આત્મા! પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય? દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે.... Read More

  10. Q. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?

    A. અસંગપંથી બનવા મનોનિગ્રહ જરૂરી! પ્રશ્નકર્તા: મનોનિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે શું? દાદાશ્રી:... Read More

Spiritual Quotes

  1. મન એટલે ગયા ભવનો સ્ટોક. તે આ ભવમાં ઉદયમાં આવે. જૂનું મન ડિસ્ચાર્જ થતું જાય ને નવું મન ચાર્જ થતું જાય. ડિસ્ચાર્જ એટલે નિરંતર એક્ઝોસ્ટ થયા કરે તે.
  2. માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટ્યો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું થાય નહીં. 
  3. સંતોષ હોય, ત્યાં મહીંલા બધા મથુરાઓ ચૂપ. મનના નિગ્રહની જરૂર નથી, મનને જ્ઞાનથી વશ કરવાની જરૂર છે. અનંત અવતારથી મન વશ કરવા મથ્યા, છતાં ન થયું મન વશ કદી.
  4. ક્લેશરહિતનું મન થયું તે 'મોક્ષ'. ક્લેશ સાથેનું મન તે 'સંસાર'.
  5. મન રડારની પેઠ કામ કરી રહ્યું છે. મનનો નાશ કરવા જાય તો 'એબ્સંટ માઈન્ડેડ' થઈ જાય. મન તો મોક્ષે લઈ જાય. એને કાઢવાનું ના હોય. મન ભય બતાડે ત્યારે 'શુદ્ધાત્મા'ની ગુફામાં પેસી જવું.
  6. ચિત્તને જ શુદ્ધ કરવાનું છે. મન તો કશું બગડ્યું નથી. મનનો સ્વભાવ જ છે, અવળું-સવળું બધું દેખાડવું. ચિત્ત જ બગડ્યું છે, ને ભટક, ભટક, ભટક, ભટક... કર્યા કરે છે અને પાછી ટિકિટ કશી લેવાની નહીં. એ તો ખુદાબક્ષ!
  7. જ્ઞાનીને સ્વ મન સંપૂર્ણ વશ વર્તે.
  8. મનને તો શું પણ કોઈનેય મારીને મોક્ષે જવાય? મન ભલે ને જીવે. એ એના સ્થાનમાં ને ‘આપણે’ આપણા સ્થાનમાં.
  9. જ્ઞાનીને મન વશ થાય તો જ પ્રગતિ થાય આત્માંર્થીની. તો જ જ્ઞાનીએ ચીંધેલા માર્ગે ચાલી શકે.
  10. મનને ગમતી વાત આવે ત્યારે મનને છૂટું રાખે તો મન વશ થાય.
  11. મન એ તો ‘લેબોરેટરી’ છે. એમાં કશું મૂકો ને વિચારણા કરો તો તે તારણ કાઢી આપે. મન બધા પર્યાય દેખાડે, ‘રડાર’ની જેમ.
  12. વિચારોનું વમળ ફર્યા કરે, ત્યારે એ મન કહેવાય છે. મન તે વખતે સ્વતંત્ર રીતે હોય છે. વૃત્તિઓને ને એને કંઈ લેવા-દેવા નથી. વૃત્તિઓ તો પછી ઉત્પન્ન થાય ને પછી આઘીપાછી થયા કરે.
  13. મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે, તો સંપૂર્ણ વિલય થાય!
  14. મન બગડ્યાથી સંસાર ઊભો રહ્યો છે, દેહના બગડ્યાથી સંસાર ઊભો રહ્યો નથી.
  15. મન નિરોગી એટલે શું? મનને ક્યાંય કશી હરકત જ ના આવે. તમે મોળું ખાવાનું મૂકો કે ખાટું મૂકો પણ મનને અસર ના થાય! મન રોગી એટલે ખાટાનો રોગ પેસી ગયો હોય એટલે ખાટું જ જોઈએ!
  16. જેટલું મનમાં ચીતરે તેટલું મોઢે બોલે તો મોક્ષ વહેલો થાય! મન એટલું ચંચળ છે કે જોઈએ તેટલાં ઘાટ ઘડે અને અનંત અવતાર બગાડે છે!
  17. આપણાથી કોઈનું મન કચવાવું ના જોઈએ. આપણે બધાંને ખુશ કરીને નીકળવું.
  18. મનને વશ કરવું એટલે ચૌદ લોકના નાથને વશ કરવા જેવું છે.
  19. જ્યાં આપણું જ મન આપણા કહ્યામાં નથી રહેતું, તો બીજાનું મન આપણા કહ્યામાં શી રીતે રહે? એવી આશા જ ના રખાય.
  20. મનથી પર કોણ થઈ શકે? મન જેણે જીત્યું હોય તે.
  21. મન સ્થિર હોય ત્યાં સુધી કંઈ જ બગડે નહીં ને ચંચળ થયું એટલે બગડે. ભગવાન કોઈને આપતાં નથી ને લેતાં નથી, પણ ભગવાન પરમાનંદી સ્વભાવના હોવાથી તેમાં મન સ્થિર થયું એટલે બહારનાં બધાં કાર્યો સારાં થાય. જો ભગવાન આપતાં કરતાં હોતને તો તે પક્ષપાતી થયા કહેવાય. આ તો 'સાયન્સ' છે કે મન ડગ્યું કે પેલું ડગ્યું.
  22. મન જ મોક્ષે લઈ જનારું છે અને સંસારમાં રઝળાવનારુંય મન છે. ફક્ત એને છતું કરવાની જરૂર છે. ઊંધું થઈ ગયું છે, તેને છતું કરવાની જરૂર છે.

Related Books

×
Share on