Related Questions

શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?

મન પર કાબૂ

એક ધ્યાનમાં હતા કે બેધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા, તે બેધ્યાનમાં ન હતા. 'નથી થતું' એનું ધ્યાન કર્યું. પેલાએ 'થતું હતું' એનું ધ્યાન કર્યું. બીજી કશી ભાંજગડ છે નહીં. આ તો એનું એ જ છે. આમ એક જ વસ્તુ છે, આમ જુએ તો ને આમ જુએ તો. આપણે આમ ન ફરીએ તો બેક (પૂંઠ) પેલું કહેવાય અને પેલી બાજુ ફર્યા તો બેક આમ કહેવાય. અમે તો આવું ઊંધું ચલાવીએ કે 'નથી થતી'. જો એની જગ્યાએ હું હોઉં તો હું ક્યારનો બેસી જાઉં, 'નથી થતી, નથી થતી' એટલે બધા અંતરાય-બંતરાય બધુંય જતા રહે, અંતરાય કહે, આમને જીતાય નહીં. આ તો અવળું ફરીને બેઠા. આ દિશા વાંકી પડી તો આપણે આમ ફરી ગયા. પછી એ દિશા તરફ સીધા જાય ત્યારે આ વાંકુ થાય, તો પેલી બાજુ ફરી જઈએ. દિશાઓ ફર્યા કરવાની. એટલે આ બધું એકનું એક છે. પણ એમાં બે ન થવું જોઈએ. ત્યાં આગળ ઘર સાંભરે એવું ના થવું જોઈએ. 'નથી થતું, નથી થતું' એ જ ધ્યાન હોવું જોઈએ. આ દાદાના ધોળા વાળ આખાય દેખાય. કો'કને ધ્યાનમાં આખા કાળા દેખાય. એનો કોઈ વાંધો આવતો નથી. આપણે કામ શું છે? એકાગ્ર ધ્યાન હતું કે નહીં? ધ્યાન ક્યારે કહેવાય? એકાગ્ર થાય તો એક જ વસ્તુ અને આ બધા રામ રામ બોલે છે તે એ ધ્યાન ન હોય. અને આ ધ્યાન તો દાદાઈ ધ્યાન કહેવાય. એની તો અજાયબી કહેવાય!

ધ્યાન કરનાર *'ચંદુભાઈ' ધ્યાનનો અનુભવ કરનાર 'ચંદુભાઈ' ને જાણનાર આત્મા, એટલે તું જાણે કે બરાબર ધ્યાન 'થતું નથી, થતું નથી' અને પેલો જાણે કે 'થાય છે, થાય છે'.

*ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

×
Share on