Related Questions

શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?

મન પર કાબૂ
એક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે.
હા તે બે-ધ્યાનમાં ન હતા. 'નથી થતું' એનું ધ્યાન કર્યું. પેલાએ 'થતું હતું' એનું ધ્યાન કર્યું. બીજી કશી ભાંજગડ છે નહીં. આ તો એનું એ જ છે. આમ એક વસ્તુ છે, આમ જુએ તો ને આમ જુએ તો. આપણે આમ ન ફરીએ તો બેક (પૂંઠ) પેલું કહેવાય અને પેલી બાજુ ફર્યા તો બેક આમ કહેવાય. વસ્તુ એની એ જ છે. અમે તો આવું ઊંધું ચલાવીએ કે 'નથી થતી'. જો એની જગ્યાએ હું હોઉં તો હું ક્યારનો બેસી જાઉં, 'નથી થતી, નથી થતી' એટલે બધા અંતરાય-બંતરાય બધું ય જતા રહે, અંતરાય તો કહે આમને જિતાય નહીં. આ તો અવળું ફરીને બેઠાં. આ દિશા વાંકી પડી તો આપણે આમ ફરી ગયા. પછી એ દિશા સીધા જાય ત્યારે આ વાંકુ થાય. તો પેલી બાજુ ફરી જઈએ. દિશાઓ ફર્યા કરવાની. એટલે આ બધું એકનું એક છે. પણ એમાં બે ન થવું જોઈએ. ત્યાં આગળ ઘર સાંભરે, એવું ના થવું જોઈએ. 'નથી થતું, નથી થતું' એ જ ધ્યાન હોવું જોઈએ. આ દાદાના ધોળા વાળ આખાય દેખાય ! કો'કને ધ્યાનમાં આખા કાળા દેખાય. એનો કોઈ વાંધો આવતો નથી. આપણે કામ શું છે? એકાગ્ર ધ્યાન હતું કે નહીં? ધ્યાન ક્યારે કહેવાય? એકાગ્ર થાય તો એક જ વસ્તુ અને આ બધા રામરામ બોલે છે તે એ ધ્યાન ન હોય. અને આ ધ્યાન તો દાદાઈ ધ્યાન કહેવાય. એની તો અજાયબી કહેવાય.

ધ્યાન કરનાર 'ચંદુભાઈ' ! ધ્યાનનો અનુભવ કરનાર 'ચંદુભાઈ' ને જાણનાર આત્મા, એટલે તું જાણે કે બરાબર ધ્યાન 'થતું નથી, થતું નથી' અને પેલો જાણે કે 'થાય છે, થાય છે'.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

×
Share on