Related Questions

આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?

અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ છે. જેવી એક મુશ્કેલીનો ઉકેલ આવે, ત્યાં તો બીજી ઊભી જ હોય છે. આ મુશ્કેલીઓ જ દુઃખનું કારણ બને છે. આ ઉપરાંત, જીવનના દરેક પાસામાં માંગણીઓ અને અપેક્ષાઓ તમને આત્મહત્યા માટેના વિચાર પણ કરાવી શકે છે.

આત્મહત્યાથી મુશ્કેલીઓનો અંત નહીં આવે

  • અંદરના ખૂણે આપણને ખબર જ છે કે આપણે જવાબદારીઓથી ભાગી શકતા નથી અને લોકોને આપણી પાસેથી અપેક્ષાઓ છે. ત્યારે ફરીથી સ્વસ્થ થઈને મુશ્કેલીઓને શાંતિથી ડીલ કરવી જોઈએ. આખરે, સમય પાકશે ત્યારે તેનું સમાધાન આવી જ જશે!
  • આપણી સામે આવતા દરેક સંજોગ અથવા વ્યક્તિ પાછલા ભવના કર્મનું પરિણામ છે. તેથી, આપણી પાસે આ જીવનમાં આવેલા દુઃખ અને ભોગવટાનો અંત લાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. કર્મનું દેવું અત્યારે ચૂકવી દેવું વધુ સારું છે. નહીંતરઆ બધી મુશ્કેલીઓ આવતા ભવે પાછી આવશે અને એ પણ વધારે પ્રમાણમાં.

આત્મહત્યા કરવા જેવી નથી, આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે આ મુજબ કરવું:

  • સામાજિક દબાણ કે લોકસંજ્ઞામાં ન આવવું - એના બદલે આપણે જેમાં શ્રેષ્ઠ છો એમાં પોતાની શક્તિ ખર્ચવી અને આપણને પ્રેરણા આપનારા લોકોની આસપાસ રહેવું જોઈએ. આનાથી આત્મવિશ્વાસ વધશે અને આપણને પોઝિટિવ રહેવામાં મદદ કરશે.
  • ડ્રગ્સ અને દારૂથી દૂર રહેવું - આ આપઘાતી વિચારોની તીવ્રતામાં વધારો કરી શકે છે.
  • એકાંત અને એકલતા ટાળવા - નજીકની વ્યક્તિઓથી દૂર થઈ જવાથી પરિસ્થિતિ વધુ કથળશે. દિવસમાં એક વાર તો કોઈની સાથે જરૂર વાત કરવી.
  • આપઘાતી વિચારો ફક્ત પોતાની પૂરતા ન રાખવા - વિશ્વાસપાત્ર વ્યક્તિ શોધીને પરિસ્થિતિ કેવી ખરાબ છે અને આપણે શેમાંથી પસાર થઈ રહ્યા છીએ એ તેમને જણાવવું. શરમના માર્યા આપણે શું અનુભવી રહ્યા છો એ એમને જણાવતાં ખચકાવું નહીં.
  • નિશ્ચિંત રહેવું કે મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશનની ટ્રિટમેન્ટ થઈ શકે છે, માટે પ્રોફેશનલ હેલ્પ લેવી.
  • નેગેટિવ સંજોગો ઊભા થાય ત્યારે પણ પોઝિટિવ રહેવું. સમાધાન શોધવા પર ધ્યાન આપવું.
  • મનને હંમેશા કશાકમાં ને કશાકમાં ગુંથેલું રાખવું. આપણે જેટલા કામમાં રચ્યાપચ્યા રહીશું, એટલી નેગેટિવમાં પડવાની શક્યતા ઓછી રહેશે.
  • રૂટીન બદલવું - પાર્કમાં ફરવા જવું. થોડી તાજી હવા લેવી. આનાથી મન મુક્ત રહેશે.
  • એક્સરસાઈઝ - આનાથી માનસિક અને શારીરિક સ્વસ્થતા લાગશે.
  • પૌષ્ટિક આહાર લેવો. બીમાર પડવાથી પોતાનું જ દુઃખ વધશે.
  • યાદ રાખો કે આપણે એકલા નથી. બીજા ઘણા લોકો આવી જ પરિસ્થિતિમાં છે અને આપણે આમાંથી નીકળી જઈશું.
  • મોબાઈલ ફોનનો વપરાશ નોર્માલિટીમાં કરવો.

પોઝિટિવ અને નેગેટિવ વલણની અસરો

જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ રહે છે તે જીવનમાં જીતશે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ કાયમ સારું રહે છે, તેઓ આસપાસના લોકોનો જુસ્સો વધારે છે અને કાયમ ખુશ રહે છે. મુશ્કેલીભર્યા અથવા પડકારજનક વખતે પણ તેઓ પરિસ્થિતિમાંથી પોઝિટિવ બાબતો પર ધ્યાન આપશે. ઉદાહરણ તરીકે, જો તેમની નોકરી જતી રહે છે, તો તેઓ બીજી નોકરી શોધવા માટે તેમનાથી બનતું બધું જ કરી છૂટશે અને પોઝિટિવ રહેશે. પોઝિટિવ વલણને કારણે તેઓ ઓપન-માઈન્ડેડ (ખુલ્લા મનવાળા) રહેશે અને કોઈ પણ પરિસ્થિતિમાં સ્પષ્ટ રીતે વિચારી શકશે. અંતે, પોઝિટિવિટી નેગેટિવિટીને હરાવશે અને તેઓ નોકરી શોધી લેશે!

તેનાથી વિપરીત, સતત ખરાબ વિચારોનું ધ્યાન કરવાથી આપણી પર નેગેટિવ અસર પડશે. નેગેટિવિટીથી આપણે સુખી ન રહી શકીએ. નેગેટિવ વિચારવાથી ફક્ત દુઃખ જ આવે છે. યાદ રાખવું: પોઝિટિવ રહેવું કે નેગેટિવ એ વિકલ્પ હંમેશા આપણી પાસે હોય છે!

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on