Related Questions

આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?

જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો

પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય.

દાદાશ્રી: હા, પલટો થતો જાય.

પ્રશ્નકર્તા: એ જ આત્માનો અનુભવ.

દાદાશ્રી: બસ, એ જ, એ જ.

પ્રશ્નકર્તા: જે પલટો થતો જાય, જે પોઝિટિવ થતો જાય....

દાદાશ્રી: પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં આ બધા લોક છે ને પણ પોતાના દોષ (કોઈને) ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે, જ્યારે અહીં તો પોતાના દોષો દેખાય.

પ્રશ્નકર્તા: હા, પોતાના દોષ દેખાય!

દાદાશ્રી: બધું દેખાય, બધું.

પ્રશ્નકર્તા: પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને?

દાદાશ્રી: બધું પોતાને ખબર પડી જાય, પોતાને ખ્યાલ આવી જાય એ જ આત્મા.

Reference: Book Name: આપ્તવાણી 14 (Part 4) (Page #344 - Paragraph #11 to #13, Page #345 - Paragraph #1 to #7)

વિજ્ઞાન હાથમાં આવ્યું છે તો પૂરું કરી લો

આ તો અલૌકિક વિજ્ઞાન છે. આ કંઈ ધર્મ નથી, આ તો વિજ્ઞાન છે. તરત જ ફળ આપનારું છે. માટે કહીએ છીએ કે હવે કામ કાઢી લો.

અક્રમ વિજ્ઞાનની કેટલી અજાયબી છે કે માણસને પોઝિટીવ સાઈડમાં મૂકી દે છે! પોઝિટીવ સાઈડમાં આવતા આવતા માણસને કરોડો અવતાર થાય. આ નેગેટિવ ધીમે ધીમે કાઢતા કાઢતા ક્યારે પાર આવે?

પ્રશ્નકર્તા: જેટલો વખત નેગેટિવ પૂર પૂર કર્યું હોય એટલો વખત લાગે.

દાદાશ્રી: એટલો બધો વખત બસ, એમાં ને એમાં જાય. અને દોસ્તારોય નેગેટિવવાળા મળી ગયા. સગાવ્હાલા, દોસ્તાર બધું ઊંધું, સંયોગો બધા નેગેટિવવાળા.

પ્રશ્નકર્તા: બધું નેગેટિવમાં.

દાદાશ્રી: તે નેગેટિવ પોર્શન (નકારાત્મક ભાગ) જ ઊડી ગયો આખો. એ કંઈ જેવી તેવી વસ્તુ છે? દેહાધ્યાસ હોય ત્યાં સુધી નેગેટિવ સાઈડ જ હોય. નેગેટિવપણું ગયું બધું. એક માણસ માટે જરા ખરાબ વિચાર આવવો તે પણ નેગેટિવ, આપણને ગાળ ભાંડતો હોય એના માટે ખરાબ વિચાર આવે તોય નેગેટિવ કહેવાય. એય પાછું પેલા માણસ પર નથી જતું, ખુદ ભગવાન પર જાય છે. એને (મહીં) એના ભગવાન રહેલા જ છે ને! આટલી બધી જવાબદારીઓ ઉપાડે છે. માટે કહીએ છીએ કે આ (વિજ્ઞાન) હાથમાં આવ્યું છે ને પૂરું કરી લો ને કામ કાઢી લો. ચા પીઓ છો તેનો વાંધો નહીં, સ્ટેશન પર ભજિયા ખાઓ છો તેય વાંધો નહીં પણ આટલું ધ્યાનમાં લક્ષમાં રાખજો કે આ જે સામાન છે તે પૂરેપૂરું કામ કાઢી લેવા જેવો છે એ. આપણા અનુભવમાં આવેલું છે પાછું કે આ નેગેટિવમાં જતું નથી.

Reference: દાદાવાણી May 2012 (Page #21 - Paragraph #10 & #11, Page #22 - Paragrapgh #1 to #5)

જીવનમાં નેગેટિવ શા કારણથી ઊભા થઈ જતાં હોય છે? ધાર્યા પ્રમાણે ના થાય તો અપમાન મળે, માન બરોબર ન સચવાય તો, મોહ-અપેક્ષા પ્રમાણે ના મળે તો, કોઈ નુકસાન કરે તો ત્યાં નેગેટિવ ઊભા થાય. જેને છૂટવું છે, તેણે નેગેટિવના કારણો શોધી કાઢી પોઝિટિવથી ભાગાકાર કરે અને જ્ઞાનથી છેદ ઊડાવે તો જ એ કર્તાપણાની, માનની, મોહની, લોભની ગાંઠ તૂટે અને જીવનમાં શાંતિ થાય, મોક્ષમાર્ગે આગળ વધાય.

જેમ સિક્કાની બે બાજુ હોય તેમ જીવનવ્યવહારમાં બે જાતના પરિણામ હોય જ, 'પોઝિટિવ' અને 'નેગેટિવ'. કોઈપણ પોઝિટિવ લાઈન ભગવાન પક્ષી છે, નેગેટિવ લાઈન શૈતાન પક્ષી છે. જગતમાં નેગેટિવ દુઃખ આપશે અને પોઝિટિવ સુખ આપશે. આત્મા પોઝિટિવ પક્ષ છે ને બુદ્ધિ નેગેટિવ પક્ષ છે. જેનું મન કાયમ પોઝિટિવ થઈ ગયું તે જ ભગવાન. નેગેટિવ તો સંસારી વાતોમાં સમય બગાડે ને ગૂંચવે, સુખ ના આવવા દે અને સંસારમાંથી બહાર ના નીકળવા દે. સંસાર વ્યવહારમાં નેગેટિવ ભાંગવામાં જેટલો સમય નકામો જાય છે તેના કરતાં પોઝિટિવમાં જોઈન્ટ થઈ જાય તો નેગેટિવ ઓટોમેટિક ભાંગી જશે. એટલે દાદાશ્રી કહે છે વ્યવહારમાં પોઝિટિવ રહેજો, નેગેટિવ ના થશો. પોઝિટિવ રહે તો સંસારની કોઈ અડચણ અડે નહીં.

પોઝિટિવ-નેગેટિવ અંગેની સાચી સમજ દાદાશ્રીના શ્રીમુખે નીકળેલી સત્સંગ સરવાણીમાંથી પ્રાપ્તિ થાય છે, જેથી જીવનમાં આશા-નિરાશા, ચડતી-પડતી કે સુખ-દુઃખના પ્રસંગોમાં નોર્માલિટીમાં રહી, સાચું સમાધાન મેળવી, જીવન ખરા અર્થમાં જીવવા લાયક બની જાય છે. દાદાશ્રી સૈદ્ધાંતિક સમજ આપતા કહે છે, 'જીવનમાં એક પ્રિન્સિપલ રાખવો, હંમેશા પોઝિટિવ રહેવું. નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.'

Reference: દાદાવાણી sep 2009 (Page #1 - Paragraph #2 to #4)

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on