ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે...
પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી જોયેલું હોય, એટલે એ નેગેટિવ જ એને પછી પોઝિટિવ જેવું થઇ જાય છે, તકલીફ એ છે.
દાદાશ્રી: ના, પોઝિટિવ થઇ જતું નથી, એ પોઝિટિવ માને છે ખાલી. બિલીફ જ છે. હવે બિલીફ એટલે આપણી પાસે બે લાખ રૂપિયા બેંકમાં છે એવી બિલીફ માનવાથી કંઇ આપણને બેંકમાં સ્વીકારે ખરાં? ઓલ ધીઝ આર રોંગ બિલીફ્સ. એટલે આ રસ્તે કોઇ દહાડો કોઇ માણસ સુખી દેખાય નહીં. આ રસ્તો જ એવો ઊંધો છે કે કોઇ માણસ સુખી હોય નહીં. વડાપ્રધાન હોય કે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા હોય કે રાજા હોય, બધા જ દુઃખી. સુખી ક્યારે દેખાય કે પોતે રાઇટ અન્ડરસ્ટેન્ડીંગ (સાચી સમજ) ઉપર આવે, પોઝિટિવ ઉપર આવી જાય. કરેક્ટ પોઝિટિવ ઉપર આવી જાય. આ માનેલું પોઝિટિવ તો ઇનકરેક્ટ છે. આ તો ખોટું પોઝિટિવ, જ્યાં નેગેટિવ છે તેનું પોઝિટિવ માની બેઠાં. નથી માની બેઠાં? શું નામ તમારું?
પ્રશ્નકર્તા: *ચંદુભાઇ.
દાદાશ્રી: તું ખરેખર *ચંદુ છું? *ચંદુ તારું નામ નહીં?
પ્રશ્નકર્તા: નામથી ખાલી.
દાદાશ્રી: તો તું કોણ? માય નેમ ઈઝ ચંદુ તો તું કોણ? ફલાણાનો છોકરો, જો આટલી જ સમજ છે ને? તું *ચંદુ છું, એમ કરીને ક્યાં સુધી ચલાવ્યા કરીશ?
પ્રશ્નકર્તા: આખી જિંદગી સુધી અંધારામાં ને અંધારામાં ચાલ્યા છીએ, તો એ અંધારા ઉલેચીએ તો કેવી રીતે જાય?
દાદાશ્રી: અનંત અવતારથી અંધારામાં ચાલ્યા છીએ. ભટક ભટક ભટક ભટક ભટક અને જીવે પોઝિટિવ જોયું જ નથી. જો પોઝિટિવ જુએ તો તો ઠેકાણે પડી જાય.
પ્રશ્નકર્તા: પોઝિટિવની ઓળખ જ જતી રહી છે.
દાદાશ્રી: ઓળખ જ જતી રહી છે અને પોઝિટિવને જ નેગેટિવ માને છે. નેગેટિવને પોઝિટિવ માને છે.
પ્રશ્નકર્તા: દુર્ગંધ જ જો જો કરી ને, સુગંધનો ખ્યાલ જ નથી આવ્યો!
દાદાશ્રી: એનું ભાન જ શી રીતે આવે? એટલે પછી અમે એને ભાનમાં લાવીએ. જ્ઞાન આપી ભાનમાં લાવીએ. ત્યાર પછી કહે કે હા, આ.. આ તો ન હોય, આ તો *ચંદુભાઈ હું ન્હોય.
* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
Reference: દાદાવાણી Sep 2009 (Page #4 - Paragraph #9 to #19, Page #5 - Paragraph #1 to #3)
પોઝિટિવ પુરુષાર્થનો રસ્તો
તું કંઇ કરી શકતો હોય તો તું શું કરી શકું એમ છું, એ એક રસ્તો હું તને કહું. જ્યાં સુધી પુરુષ થયો નથી ત્યાં સુધી પુરુષાર્થ હોઇ શકે નહીં. પુરુષ અને પ્રકૃતિ, બેનું વિભાજન થાય ત્યારે પુરુષાર્થ શરૂ થાય. ત્યાં સુધી માણસ કશું કરી શકતો નથી. છતાં પણ કરે છે તે હું બતાવું તને. નથી કરી શકતો છતાં પણ કરે છે.
હવે તારે એક જણની જોડે વઢવાડ થઇ, બીજાની જોડે વઢવાડ થઇ, પછી એમાંથી અને બીજા પુસ્તકો વાંચવાથી તને પોતાને ખ્યાલ આવે છે કે વઢવાથી જોખમ વધે છે. અને આ રસ્તો સારો નથી, તો તું પછી નક્કી કરું કે ના, આપણે હવે વઢવું નથી! ત્યારે કહે, સામો માણસ મારે તે ઘડીએ તો ? ત્યારે કહેશે, સમતા રાખી લેવાની. એ સમતા રાખવી એ પુરુષાર્થ કહેવાય. એ તું કંઇ પુરુષાર્થ કરું છું એમ કહેવાય. એક્સેપ્ટ થઇ શકે? એ તને સમજાય એવી વાત છે ને?
પ્રશ્નકર્તા: સમજાયું.
દાદાશ્રી: હા. બીજું એ કે તને રસ્તામાંથી એક પાકિટ જડ્યું અને તે ઘડીએ તું વિચાર કરું કે મારું પાકિટ ખોવાઇ ગયું હોય તો મને કેટલું દુઃખ થાય, એવો વિચાર તું કરું અને પછી મનમાં એમ વિચાર થાય કે આનો ધણી ક્યારે મળે તો હું એને આ પાકિટ આપી દઉં, એ તારો પુરુષાર્થ કહેવાય. એટલે આવી રીતે જો તું પકડું તો તે કંઇ પોઝિટિવ ઉપર આવ્યો. હું પોઝિટિવ ઉપર લાવવા માંગું છું. અત્યારે નેગેટિવને પોઝિટિવ માનું છું તે બધું પુરુષાર્થ નથી, પણ પોઝિટિવ આવવું જોઇએ. સમજાયું કે ના સમજાયું?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી: ફાધરનો ગુનો હોય પણ ફાધર જોડે કકળાટ વધારીએ તો છેવટે એનું શું થાય? બે રસ્તા જુદા થઇ જાય, સેપરેટ થઇ જાય. એનાં કરતાં આપણે ભેગાં રહેવાની જરૂર છે અને હજુ બીજું મકાન બંધાયું નથી ત્યાં સુધી અહીં પડી રહેવું પડશે. તો એ કકળાટ કરતાં હોય તો આપણે છે તે શાંતિ રાખવાની, સમતા રાખવાની એ પુરુષાર્થ ગણાય કે ના ગણાય?
પ્રશ્નકર્તા: ગણાય.
દાદાશ્રી: એ સમતા રાખવાની. સમતાનો અર્થ એ કે એ કકળાટ કરતાં હોય ને આપણે મનમાં કકળાટ કરીએ એનું નામ સમતા નહીં. એ મોઢે કકળાટ કરતાં હોય ને આપણે મન બગડે નહીં એનું નામ સમતા. સમતા તો એનું નામ કહેવાય ને?
પ્રશ્નકર્તા: એનું નામ જ કહેવાય, હા. પેલું તો...
દાદાશ્રી: આ હું તને પોઝિટિવ ઉપર લઇ જવા માંગું છું. નેગેટિવ ઉપર લઇ જઇએ તો માણસ ખલાસ થઇ જાય.
* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
Reference: દાદાવાણી Sep 2009 (Page #5 - Paragraph #12 to #17, Page #6 - Paragraph #1 to # 5)
Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા... Read More
A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા... Read More
A. પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે? પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું... Read More
Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ... Read More
Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
A. નેગેટિવ વિચારવાની પણ હદ શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ... Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
A. નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય... Read More
Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ... Read More
Q. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
A. સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો... Read More
Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
A. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે... Read More
subscribe your email for our latest news and events