Related Questions

નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?

નેગેટિવ વિચારવાની પણ હદ

શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે લોકો.

જુઓ ને, કેટલે સુધી વિચાર કરી નાખે! દુકાન એક બાર મહિના ના ચાલી હોય તો 'દુકાન નાદારી થઈ જશે અને નાદારી પછી આવી થશે ને, ત્યાર પછી મારી સ્થિતિ આવી થશે.' આ લોકો ત્યાં સુધી વિચારી નાખે! ક્યાં સુધી વિચારી નાખે? તે એક માણસ મને કહે છે, 'વિચાર કર્યા વગર ચાલતું હશે? વિચાર કર્યા વગર દુનિયા શી રીતે ચાલે?' ત્યારે મેં કહ્યું, 'તું આ બોમ્બે સીટીમાં ડ્રાયવરની જોડેની સીટમાં બેસે અને ડ્રાયવરને કહે કે 'તું શું શું વિચાર કરું છું? હવે આમ આમ જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એવા વિચાર કરું છું? એ શું કરે?' એવા કોઈ વિચાર ન કરે. એટલે દરેક માણસે અમુક હદ સુધીનો વિચાર કરવો. પછી પોતાનો વિચાર બંધ કરી દેવો, સ્ટોપ જ કરી દેવો જોઈએ, દરેક બાબતમાં. તે આપણે આ મરી જવાની વાત હોય તો આપણે તરત સ્ટોપ કરી દઈએ છીએ, પણ આમાં વેપારમાં નથી કરી દેતા. તમને કેમ લાગે છે?

પ્રશ્નકર્તા: બરોબર છે, વિચારની પણ અમુક હદ હોય.

દાદાશ્રી: સ્ટોપ કરતાં આવડે છે. નથી આવડતું એવું નહીં. આ તો (એમાં જ) રમણતા કરે છે. અક્કલની કોથળી ચલાવે છે. છોકરો આજથી લડે છે તો 'હું ઘૈડો થઉં ત્યારે, મારું કોણ?' 'અલ્યા મૂઆ! આવું અહીં સુધી વિચારી નાખ્યું!' આજના દહાડાનું જ, ભગવાને આવતી કાલનું વિચારવાનું ના કહ્યું છે. થીંક ફોર ટુડે, નોટ ફોર ટુમોરો! (આજ માટે વિચારો, આવતી કાલ માટે નહીં.) અને તે અમુક બાબતમાં. ગાડીમાં બેઠો હોય, પછી 'અથડાશે તો શું થઈ જશે? અથડાશે તો શું થઈ જશે?' છોડોને, એ વિચાર બંધ કરી દેવાનો. આ તો એવા વિચાર કરે છે ઠેઠ, 'દુકાનમાં નાદારી આવી ગઈ, ત્યાર પછી શું સ્થિતિ ને ત્યાર પછી શું સ્થિતિ? શુક્કરવારીમાં ભીખ માંગવી પડશે.' એય પાછો બૈરીને કહે, 'ભીખ માંગવી પડશે.' 'મૂઆ, કંઈથી જોઈ આવ્યો?' 'આ મેં વિચારી નાખ્યું' કહેશે. હવે આ અક્કલનો કોથળો! હવે આને અક્કલખોર કહેવા? અક્કલ એનું નામ કે નિરંતર સેફસાઈડ રાખે. કોઈ પણ જગ્યાએ સેફસાઈડ તોડે, એને અક્કલ જ કેમ કહેવાય? અને અક્કલ તો સેફસાઈડને સાચવી લે ત્યાં સુધી કરી શકે એમ છે.

એટલે માણસ કેટલું વિચારવાનું એ સમજે તો બહુ થઈ ગયું, ઘણાં દુઃખો ઓછાં થઈ જાય. અને બીજું 'ભોગવે એની ભૂલ' નક્કી કરી લે તો ઘણા દુઃખો ઓછા થઈ જાય. ત્રીજું 'અથડામણને ટાળે', તો ઘણાં દુઃખો ઓછાં થઈ જાય.

Reference: દાદાવાણી Sep 2009 (Page #12 - Paragraph #4 to #9, Page #13 - Paragraph #1)

બુદ્ધિ નેગેટિવ, પોઝિટિવ આત્મા!

આત્મા પોઝિટિવ છે અને બુદ્ધિ નેગેટિવ છે. વિચારો કરાવડાવે, આમ નથી થવા દેતું ને આમ થવા દેતું નથી. નથી થવા દેતું એને જોવાનું નથી, શું થવા દે છે એ જોવાનું છે. તો બહુ રીતે મહીં, ચોગરદમની મદદ કર્યા કરે.

એટલે બુદ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન થવા ના દે. અને 'મારું કશું જ અધૂરું નથી', આમ કહેવું, 'ધન્ય છે આ દિવસ!' શ્રીમદ્ રાજચંદ્રને એક 'સમકિત પ્રકાશ્યું' તેમાં તે કહે છે, 'ધન્ય રે દિવસ આ અહો!'

એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ વાતો હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે. ગૂંચવે અને સુખ ના આવવા દે.

Reference: Book Name: આપ્તવાણી 10 (U) (Page #92 - Paragraph #4 to #6)

Related Questions
 1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
 2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
 3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
 4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
 5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
 6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
 7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
 8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
 9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
 10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
 11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
 12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on