Related Questions

શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?

ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ

જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ થાય એ સમજણ કહેવાય. ઓછી સમજણવાળો સંકુચિત થતો જાય. જેટલું માઈન્ડ સંકુચિત, તે કહેશે, હું સમજું છું પણ એ માણસ કશું સમજતો નથી. પણ જેનું ઓપન માઈન્ડ હોય ને, તે સમજ્યા કહેવાય.

જેટલું ઓપન માઈન્ડ ને, એટલું એ બહુ ઊંચી વસ્તુ કહેવાય. આપણે માઈન્ડ શેમાં છે, એટલું સમજવું જોઈએ. આપણને ઠોકર ના વાગે ને ઓપન માઈન્ડ થાય, તો આપણે જાણવું કે કેવું ઓપન માઈન્ડ રાખ્યું છે! શા સારુ તને કહું છું આ? અત્યારે માઈન્ડ આવું સંકુચિત થઈ ગયું છે. ભવિષ્યમાં તારે સંકુચિત રહેશે તો બિડાઈ જશે. પછી કોઈ મહીં કશું સારી વસ્તુ નાખેને તોય મહીં પેસે તો ને? એટલે માઈન્ડ ઓપન કરી નાખજે. છતાંય તે ઓપન રહેશે નહીં. પાછા મહીંવાળા શું કરશે?

પ્રશ્નકર્તા: ઉછાળો મારશે.

દાદાશ્રી: મહીંવાળા તને કહેશે કે શું સાંભળવા જેવું છે? ત્યારે આપણે એવું કહીએ, 'અહીં ચૂપ બેસો.' મહીંવાળા તારાથી જુદા છે. એ બધા 'ક'વાળા છે. શું શું નામ છે? એ 'ક' વાળાનું? મહીં ક્રોધક છે તે તને ક્રોધ કરાવનાર છે, લોભક છે તે લોભ કરાવનારા છે. ચેતક છે તે ચેતવનારા છે. ભાવક એ તને ભાવ કરાવનારા છે. મહીં હશે ખરા?

પ્રશ્નકર્તા: હોયને, દરેકમાં હોય જ છે.

દાદાશ્રી: એ હોય જ બધા. તે એ બધાથી ચેતવાનું છે. એમને કાઢતાં કાઢતાં તો મારો દમ નીકળી ગયેલો. કેટલો વખત થયેલો ત્યારે નીકળેલા. એ આડવંશ છે, પોતાની વંશાવળીનો માલ નથી એ. બહારથી આવીને પેસી ગયેલાં છે. લોક જાણતાંય નથી કે મારે મહીં કોણ બોલે છે. મારે કાર્ય કરવું હોય અને મહીંથી ત્રીજી જાતની સલાહ આપે તો આપણે ના સમજીએ કે આ કોઈ ત્રીજું છે? એવું બને ખરું? અનુભવમાં આવ્યું તને?

પ્રશ્નકર્તા: બને જ છે ને!

દાદાશ્રી: એ મહીં તીસરી જાત છે. એટલે આ તને ચેતવ્યો. મેં તારું માઈન્ડ બિલકુલ સંકુચિત જોયું. આવું સંકુચિત ના રાખીએ. નહીં તો આવડી મોટી ફિલોસોફી નીકળે શું? માઈન્ડ ઓપન રાખીએ. ગમે તેનું એકવાર સાંભળીએ. સાંભળી અને આપણને ઠીક ના લાગે તો કાઢી નાખવું. અને ઠીક લાગવાની બાબતમાંય બહુ ઊંડા ના ઊતરવું. આપણને પાંચ વાક્યો જેના ગમ્યાં હોય ને તો છઠ્ઠું મહીં લખી લેવું. એટલો થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે કે ના રાખવો પડે?

હમણાં પંદર દહાડા પર એક સ્ટીમર કોઈ જગ્યાએ ડૂબી હોય અને આજે વેપાર માટે તમારે ત્યાં આગળ જવાનું થયું, તો આજ સ્ટીમરમાં બેસતી વખતે તમને મહીં શું થાય? ગભરામણ થઈ જાય, કેમ? મહીંથી બૂમ પડે કે ડૂબશે તો?

પ્રશ્નકર્તા: આમ આપણાથી કોઈને અભિપ્રાય આપી ના શકાય પણ જો ઓપન માઈન્ડ હોય તો અભિપ્રાય આપી શકાય, એવું આપે કહ્યું. એટલે આ ઓપન માઈન્ડ એટલે શું કહેવા માગો છો?

દાદાશ્રી: આ બધાં સંકુચિત માઈન્ડ, કે 'આટલું મારાથી થાય ને આટલું ના થાય.' ઓપન માઈન્ડ એટલે નેગેટિવ એ નેગેટિવ ને પોઝિટિવ એ પોઝિટિવ, બેઉ સમજે અને પોઝિટિવમાં રહેવાનું એટલે નેગેટિવ આવે નહીં. સંકુચિત માઈન્ડ એટલે નેગેટિવમાં રહેવું હોય. તે પછી પોઝિટિવ ના આવે. ઓપન માઈન્ડના તો ઓછા માણસ હોય ને! તમે ગમે તે ધર્મની વાત કરો તો એના મનમાં પાણી હાલે નહીં ત્યારે એ ઓપન માઈન્ડ કહેવાય, નહીં તો સંકુચિતતા.

મન શંકાવાળું છે ને એટલે પેલું અવળું દેખાય. મન શંકાવાળું હોય તો શુદ્ધ કરીને જવું પડે એવું છે. આ સાચી વાત લોકોને હાથ ના લાગે.

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on