અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
સમ્યક્ દ્ષ્ટિએ નુકસાનમાંય નફો
મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને, હાથ તો નથી ભાંગ્યોને! એટલી તો બચત થઈ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો બીજો તો નથી ભાંગ્યોને! બે હાથ કાપી નાખ્યા ત્યારે કહે, પગ તો છે ને! બે હાથ ને બે પગ કાપી નાંખે તો કહેવું કે હું જીવતો તો છું ને. આંખે તો દેખાય છે ને! લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં, હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને? ભગવાને સમ્યક્ દ્ષ્ટિથી જોયું. જેથી નુકસાનમાં પણ નફો દેખાય.
આપણને ગાળો દે તો એ ખાવાની (જમે કરી લેવાની). આપણે નેગેટિવ નહીં, પોઝિટિવ લેવાનું. જગતમાં નેગેટિવ તો છે જ. આપણે પોઝિટિવ રાખવું પણ નેગેટિવથી કંટાળવું નહીં.
Reference: દાદાવાણી Sep 2009 (Page #22 - Paragraph #4 & #5)
દુઃખનું કારણ, અણસમજણ
કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું બને કે ના બને? કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે.
કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુઃખ ને બહાર પણ દુઃખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તોય એનો ફેરફાર થવાનો નથી.
પ્રશ્નકર્તા: આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ.
દાદાશ્રી: હા. પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય તે?
Reference: દાદાવાણી Feb 2010 (Page #7 - Paragraph #1 to #4)
દુઃખ ઊભા નેગેટિવ વલણથી
પ્રશ્નકર્તા: કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય?
દાદાશ્રી: પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે. નહીં તો નેગેટિવ જ જુએને. આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. આ પોતાની મિલો હોવા છતાંય! માટે સમજવાની જરૂર છે.
જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને! કંઈ બધાને મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને! ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો, કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છે ને, તો સુખ ક્લેશમાં હોય ખરું? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે. દુઃખ હોય ને તો એને બહાર કાઢે.
Refrence: દાદાવાણી Sep 2009 (Page #16 - Paragraph #3 to #5)
Q. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
A. પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો! એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં કહ્યું કે 'આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
A. સામાની સમજણ શોધાય? સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે 'તમારામાં અક્કલ નથી.' આમની અક્કલ માપવા નીકળ્યા! એવું બોલાતું હશે? પછી ઝઘડા જ થાય ને! પણ એવું ના...Read More
A. સંજોગ સુધારીને મોકલો દાદાશ્રી: કેમ છે તમારાં બાની તબિયત? પ્રશ્નકર્તા: આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયા, ઘૈડપણ ખરું ને! દાદાશ્રી: સંયોગોનો...Read More
A. પરિણામ નિયમન એ કઈ શક્તિના આધારે? પ્રશ્નકર્તા: મારા પત્ની સાથેનું મારું જીવન ઘણું સુખી હતું, તો શું કામ આ ૨૮ વર્ષની ઉંમરે મારી પાસેથી એણે છીનવી લીધી, એની...Read More
Q. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
A. ત્યારે કરેક્ટ પોઝિટિવ ઉપર આવે ત્યારે... પ્રશ્નકર્તા: દાદા, પણ એવું છે ને કે નેગેટિવ આખી જિંદગી જોયેલું હોય, એટલે એ નેગેટિવ જ એને પછી પોઝિટિવ જેવું થઇ જાય...Read More
Q. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
A. પોઝિટિવ લાઈન એ ભગવાન પક્ષ પ્રશ્નકર્તા: નેગેટિવવાળો પછી નાસ્તિક થઈ જાય? દાદાશ્રી: નાસ્તિક કહે છે તે? હવે નાસ્તિક જેવું આ જગતમાં કોઈ...Read More
Q. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
A. પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
A. નેગેટિવ વિચારવાની પણ હદ શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે કે 'મને નહીં થાય', તો તેવું થાય. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે...Read More
Q. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
A. નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય ને! જે પોઝિટિવ વિચાર કરે મારું સારું જ થવાનું છે. મારે...Read More
Q. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
A. ઓપન માઈન્ડ એ પોઝિટિવ ગુણ જેટલું ઓપન માઈન્ડ (ખુલ્લું મન) રાખે એ સમજ્યા કહેવાય. જેટલું ઓપન માઈન્ડ થાય એ સમજણ કહેવાય. ઓછી સમજણવાળો સંકુચિત થતો જાય. જેટલું...Read More
Q. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
A. જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો પ્રશ્નકર્તા: જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય. દાદાશ્રી: હા, પલટો થતો...Read More
subscribe your email for our latest news and events