Related Questions

નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?

નેગેટિવને ઉડાડી દો પોઝિટિવથી                 

પ્રશ્નકર્તા: પણ જેવું પોઝિટિવ વિચાર કરે તો સારું થાય ને! જે પોઝિટિવ વિચાર કરે મારું સારું જ થવાનું છે. મારે આમ થવું છે!

દાદાશ્રી: હા, તો તો વાંધો નહીં. પણ પેલો જે નેગેટિવ શબ્દ છે ને તેને એકવાર ખસેડી મૂકવો જોઈએ. પછી પોઝિટિવ વિચાર કરવો. નહીં તો એકબાજુ પેલા શબ્દનું દબાણ વધતું જાય અને પેલો શબ્દ વધતો જાય. બેનું એ થાય નહીં. બાદબાકી કરી નાખવી જોઈએ પહેલી. એ શબ્દ ઉડાડી દેવો જોઈએ.

'આ તો મને આંખે ઓછું દેખાય છે,' કહેશે. ૩૫ વર્ષનો હતોને, કહે છે. 'ઓછું દેખાય છે.' અલ્યા, આંખ બદલાવી નાખને. આંખના પર્યાય બદલાય નહીં? કંઈ કાયમ આંખના (ઓછું દેખાય છે) એ જ પર્યાય રાખવા છે તારે? મેં કહ્યું બોલ કે 'આંખે મને સારું દેખાય છે'.

પ્રશ્નકર્તા: આંખે સારું દેખાય છે.

દાદાશ્રી: આ એવું વધુ પડતું બોલે, આંખે મને સારું થયું, તો આંખ સારી દેખતી થાય પછી આજે મને ૭૪ વર્ષ થયા, પણ હું ૪૨ વર્ષનો હોઈશ કે નહીં હોઈશ? ત્યારે આપણા લોકો શું કહે, કે '૪૨ વર્ષનો છે, એટલે પેલું પેપર વંચાય નહીં.' પેલા ઝીણા અક્ષર આવેને આમ ત્યારે લોકો પાસે સાંભળેલું કે બેતાળીસ વર્ષ થાય એટલે બેતાલા આવે. ત્યારે મેં કહ્યું, ૪૨ વર્ષે થયા એટલે બેતાલા આવ્યા ત્યારે. એટલે પછી ચશ્મા લાવ્યો. ચશ્મા લાવ્યા ને પછી વર્ષ-દોઢેક વર્ષ પહેર્યા. પછી એક જણ મારા ચશ્મા આમ મૂક્યા'તાને, તે આમ લઈને આમ જોવા માંડ્યો. પછી 'હું જરા પેપર વાંચું' કહે છે. મેં કહ્યું, 'વાંચો ને!' 'શું વાત કરું, આ તમારા ચશ્માથી મને બહુ સરસ દેખાય છે' કહે છે. ત્યારે મેં કહ્યું 'હવે લઈ જાઓ. હવે પાછો ના લાવશો.' પછી તરત મેં વાંચવા માંડ્યું તો મને દેખાવા માંડ્યું. ઝીણા અક્ષર બધાં દેખાયા. અત્યારેય ઝીણા અક્ષર બધા દેખાય. સાંજે સાડા છ વાગ્યેય વંચાય. દહાડે સૌ કોઈ વાંચે પણ સાંજે સાડા છ વાગ્યે એ હું વાંચું છું. એટલે શું બોલવું જોઈએ આપણે?

પ્રશ્નકર્તા: સારું છે, પોઝિટિવ.

દાદાશ્રી: 'નેગેટિવ બોલ્યા' કે એવું નીચે ઉતારીને મૂકી દો (બાજુ પર મૂકી દો). તમે જો નીચે ઉતારીને મૂકી દો અગર તો દાદાને રિડિરેક્ટ કરી દો. એને કોઈ ટીકીટો હોતી નથી. મૂળ ધણી નહીં મળવાથી એ (નેગેટિવિટી) ત્યાં રહે છે અત્યારે (પોતાની પાસે જ).

Reference: દાદાવાણી Sep 2009 (Page #14 - Paragraph #2 to #9)

ચિંતવે તેવું થાય                   

પ્રશ્નકર્તા: આ પોઝિટિવ દ્ષ્ટિને લીધે આ ઉંમરે પણ દાદા એકદમ યંગ દેખાય છે.

દાદાશ્રી: એ રોજ બધા કહે છે. પછી હુંય અરીસામાં જોઉં, દેખાય આ કેવા? મનેય યંગ દેખાય છે. બધાં કહે એટલે પછી અસર થાયને મહીં. બાકી 'હું ઘૈડો છું' એવું કોઈ દહાડો બોલું નહીં. કારણ હું તો શુદ્ધાત્મા છું, ઘૈડો તો, દેહ થાય. એ બોલે નહીં. અમારા પૂછ્યા સિવાય શી રીતે બોલે? વ્યવહારમાં કહે કે 'ભઈ, આ ઘૈડા છીએ.' પણ 'હું ઘૈડો છું' એવું ના બોલાય. કારણ કે 'હું તો શુદ્ધાત્મા છું' એટલે અમારા હિસાબ બધા જુદી જાતના હોય. 'હું શુદ્ધાત્મા' થઈને 'હું ઘૈડો છું' ખરેખર બોલ્યા, તો તમે તેવા થઈ જશો. એટલે તમે કહો કે હું ઘૈડો થયો, એ તમે તમારે માટે નથી બોલતા, પણ અંદરખાને જાણતા હોય કે હું જુદો ને આ તો *ચંદુભાઈના માટે બોલાય છે. એટલે તમને અસર ના થાય. બધું ઇફેક્ટિવ છે. આ વર્લ્ડમાં એક શબ્દ બોલ્યા કે ઇફેક્ટિવ છે બધું!

'*ચંદુભાઈ' કહે કે મારી તબિયત બગડી છે. તો 'આપણે' અંદરખાને સમજવું કે એ *ચંદુભાઈની તબિયત બગડી છે, પણ મારી તો નહીં જ ને!

પ્રશ્નકર્તા: હા, દાદા. *ચંદુભાઈને માટે કહેવાનું. અને 'તબિયત સારી છે' એવું પોઝિટિવ બોલવાનું આપણે.

દાદાશ્રી: એટલે 'તબિયત સારી છે' એવું કહો. *ચંદુભાઈ કહે કે 'મારી તબિયત ખરાબ છે.' ત્યારે આપણે કહીએ, 'ના, સારી છે.' એમાં બીજું કંઈ લાંબું હોય નહીં, પણ શાંતિ રહે એને! બાકી તમે પોતે જ કહો કે, 'મારી તબિયત સારી છે', તો સારી થઈ જાય. તમે પોતે જ કહો કે 'મારી તબિયત ખરાબ છે', તો ખરાબ થઈ જાય. એટલે જેવું ચિંતવે એવો એ થઈ જાય!

સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય છે.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Reference: દાદાવાણી Sep 2009 (Page #15 - Paragarph #8 to #12, Page #16 - Paragraph #1 & #2)

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on