Related Questions

મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?

આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો ?

પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે આ.

દાદાશ્રી : એને પ્રતિક્રિયા ના કહેવાય. પણ આ પ્રોજેક્શન બધું તમારું છે. પ્રતિક્રિયા કહો તો પાછાં એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝીટ હોય.

આ તો દાખલો આપીએ છીએ, સીમીલી આપીએ છીએ. તમારું જ પ્રોજેક્શન છે આ. બીજા કોઈનો હાથ નથી એટલે તમારે ચેતવું જોઈએ કે આ જવાબદારી મારી ઉપર છે. જવાબદારી સમજ્યા પછી ઘરમાં વર્તન કેવું હોય ?

પ્રશ્નકર્તા : એના જેવું વર્તન કરવું જોઈએ.

દાદાશ્રી : હા, પોતાની જવાબદારી સમજે. નહિ તો પેલો કહેશે કે ભગવાનની ભક્તિ કરશે એટલે બધું જતું રહેશે. પોલમ્પોલ ! લોકોએ ભગવાનના નામથી પોલ મારી. જવાબદારી પોતાની છે. હૉલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ. પોતાનું જ પ્રોજેક્શન છે ને !

કોઈ દુઃખ આપે તો, જમે કરી લેવું. તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે અહીં આગળ એમ ને એમ બીજાને દુઃખ આપી શકે, એવો કાયદો નથી. એની પાછળ કૉઝ હોવાં જોઈએ. માટે જમે કરી લેવું.

×
Share on