Related Questions

શું મારે ન્યાય ખોળવો જોઈએ?

આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું નહીં. પણ જે બન્યું એ જ ન્યાય, એવું જ્યારે સમજાશે ત્યારે આ બધો નિવેડો આવશે.

'બન્યું એ ન્યાય' નહીં કહો તો બુદ્ધિ કૂદાકૂદ, કૂદાકૂદ કરશે. અનંત અવતારથી આ બુદ્ધિ લોચા વાળે છે, મતભેદ પાડે છે. ખરી રીતે બોલવાનો વખત જ ના આવે. અમારે કશું બોલવાનો વખત જ ના આવે. જે છોડી દે એ જીત્યો. એ પોતાની જોખમદારી પર ખેંચે છે. બુદ્ધિ ગઈ એ શી રીતે ખબર પડે ? ન્યાય ખોળવા ના જઈશ. 'જે બન્યું એને ન્યાય' કહીએ એટલે એ બુદ્ધિ જતી રહી કહેવાય. બુદ્ધિ શું કરે ? ન્યાય ખોળ ખોળ કરે ને તેથી આ સંસાર ઊભો રહ્યો છે. માટે ન્યાય ના ખોળો.

ન્યાય ખોળવાનો હોતો હશે ? જે બન્યું એ કરેક્ટ, તરત તૈયાર. કારણ કે 'વ્યવસ્થિત' સિવાય કશું બનતું જ નથી. નકામી હાયવોય ! હાયવોય !!

×
Share on