આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે ચિંતા કરતા હોઈએ છીએ અને એવો સમય પણ હોય કે જ્યારે ચિંતા કરવી જોઈએ પણ આપણે કરતા નથી. આનું કારણ શું છે? શા માટે ચિંતા અને તણાવ સામાન્ય થઈ ગયા છે? તણાવ અને ચિંતા શેના કારણે થાય છે? પરમ પૂજ્ય દાદા ભગવાને ચિંતાના ઘણા બધા કારણો આપ્યા છે, ચાલો જોઈએ:
કોઈ નાના છોકરાની મા બિમાર હોય, તો પણ તે હસતો અને રમતો હોય છે, એવું તમે ક્યારેય જોયું છે? જ્યારે તેનો વીસ વર્ષનો ભાઈ તેની મા વિશે ખૂબ ચિંતામાં હોય છે?
તમે ક્યારેય જોયું છે કે મજૂરો રોજ નિરાંતે ઊંઘી જતા હોય છે, જ્યારે શ્રીમંત વેપારીને સતત ચિંતા રહ્યા જ કરતી હોય છે? મજૂરોને તેની પાયાની જરૂરિયાત - ખોરાક, રહેઠાણ અને કપડાં મળી રહે તો તેને સંતોષ રહે છે, જ્યારે તેની સરખામણીમાં શ્રીમંત લોકો કે જેને પાયાની જરૂરિયાત વિશે વિચાર કરવાની જરૂર નથી હોતી, છતાં તેઓ ચિંતા કરે છે.
આ તફાવતનું કારણ શું છે? તીવ્ર બુદ્ધિ. ચિંતા સામાન્ય થઈ ગઈ છે, તેનું આ મુખ્ય કારણ છે. જેટલી તીવ્ર બુદ્ધિ, એટલો વધારે ભોગવટો. તીવ્ર બુદ્ધિવાળો માણસ કોઈ પણ પરિસ્થિતિનું ઝડપથી વિશ્લેષણ કરી શકે છે અને તેના ફાયદા અને ગેરફાયદા શોધી કાઢે છે. તેમને એક સેકન્ડમાં તો ઘણા બધા વિચારો આવી જાય છે અને તેનું મન વિચારો કરવાનું બંધ કરી શકતું નથી. આ તીવ્ર બુદ્ધિ તેમના ભોગવટા અને ચિંતાનું કારણ છે.
જ્યારે માણસ મોટું ઘર, સારી ગાડી, વધારે પૈસા કમાવવાના સપના જુએ છે, તો તેને લાલચ કહેવાય છે. તે આ બધું કેવી રીતે મેળવી શકાય તેના વિચારોમાં જ ડૂબેલો રહે છે અને એકવાર જો તેને આ બધું મળી જાય છે, તો તેને ચિંતા રહે છે કે આ બધાની રકમ કેવી રીતે ચૂકવી શકીશ. તેથી, ચિંતા કરવાની આદત પડી જવાનું એક કારણ તેની લાલચ છે.
શું તમે ક્યારેય એવી સ્થિતિમાં આવ્યા છો કે જે અવળી પડી હોય અને સંજોગોના પરિણામને આધીન ચિંતા કરવાનું શરૂ કરી દીધું હોય? જ્યારે સંજોગોના પરિણામ કાબૂમાં લઈ શકાય એવા હોય, ત્યારે કદાચ ચિંતા નથી થતી. તેમ છતાં, આપણે જે બાબતથી ઊંડાણથી જોડાયેલા હોઈએ, જ્યારે એવી બાબતોના પરિણામો ખોટને લગતા હોય, ત્યારે ચિંતા થાય છે. એ તણાવ ઉત્પન્ન કરનારા કારણોમાંનું એક બહુ સામાન્ય કારણ છે.
જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, ત્યારે ઘણી વખત આપણે બીજાને આરોપ આપતા હોઈએ છીએ. અન્યને આક્ષેપ આપવાથી, આપણે કારણ વગરની ચિંતા અને ભોગવટો ઊભો કરીએ છીએ. જ્યારે ક્રોધ-માન-માયા-લોભ વધે છે, ત્યારે બીજા લોકોને દુ:ખ પહોંચાડવાના કારણે અને તેના પરિણામોને લીધે ચિંતામાં પણ વધારો થાય છે. આના લીધે દ્વેષ શરૂ થાય છે અને સંબંધોમાં તણાવ અનુભવાય છે, આવી રીતે ચિંતા અને ઉપાધિ વધે છે.
નીચે દર્શાવેલ વર્ણન એમ સમજાવે છે કે કર્તા થવું એ કેવી રીતે ચિંતા અને ભોગવટાનું કારણ બને છે.
એક દિવસ મેં મારા પરિવાર માટે મિઠાઈ બનાવવાનું નક્કી કર્યું. હું એ વાનગી બનાવવામાં નિષ્ણાત હતી, એવું હું વિચારતી હતી. મને ભૂતકાળમાં તેના માટે બહુ પ્રશંસા પણ મળી હતી, તેથી મને મારી જાત પર વિશ્વાસ હતો. મને વિશ્વાસ હતો કે વાનગી નક્કી કર્યા મુજબ જ બનશે.
જ્યારે હું રસોડામાં ગઈ, ત્યારે મને ખબર પડી કે કેટલીક સામગ્રીઓ ખૂટે છે. તેથી, હું બજારમાં તે ખરીદવા ગઈ અને મારા નસીબે, બધી દુકાનો હડતાળને લીધે બંધ હતી.
હું ખાલી હાથે ઘરે પાછી આવી. બધું નક્કી કર્યા મુજબ ન થયું, તેથી હું દુ:ખી હતી અને મારો પરિવાર મારા વિશે શું વિચારશે, એવું વિચારતી હતી. જે સામગ્રીઓ હતી તેનાથી મેં કંઈક બીજું બનાવવાનું નક્કી કર્યું. હું મારી ઝડપી વિચારશૈલીથી ખુશ હતી અને રસોઈ બનાવવા માટે રસોડામાં દોડીને ગઈ. આ વખતે, ગેસનું લાઈટર કામ નહોતું કરતું. મેં માચીસનો ઉપયોગ કરીને રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયું.
હવે હું શું કરવાની હતી? હું મારા પરિવારને શું કહીશ? તેઓ શું કહેશે? આવા વિચારોએ મને ઘેરી લીધી!
ત્યારે મને સમજાયું કે વાનગી બનાવવા માટે જ્યાં અને જ્યારે જે સામગ્રીઓની જરૂર હતી, તે બધી ઉપલબ્ધ હોવાથી મને તેમાં સફળતા મળતી હતી. કોઈ પણ કાર્ય ત્યારે જ પૂર્ણ થાય છે, જ્યારે તમને જે જરૂરિયાત હોય તે દરેક વસ્તુઓ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળી આવે, આપણે તો ફક્ત એક નિમિત્ત છીએ. ભૂતકાળમાં, હું બીજા નિમિત્તોને જાણ્યા વગરચ જ બધી વસ્તુ માટે પ્રશંસા લઈ લેતી હતી. તે દિવસે મને ખબર પડી કે હું કોઈ વસ્તુની કર્તા નથી.
અગર જો હું કર્તા નથી, એ જાણ મને ના થઈ હોત તો હું નિરાશ જ થઈ હોત અને બીજાઓને તેમનું કામ ન કરવા બદલ આક્ષેપો આપ્યા હોત; જે લોકો હડતાળ પર હતા તે; જેણે ગેસ સિલિન્ડર ખાલી થવામાં હતું, તો બીજું નવું તૈયાર નહોતું રાખ્યું, તેની બેકાળજી પર, વગેરે. આક્ષેપ, ગુસ્સો, અથડામણને પરિણામે ચિંતા, તણાવ અને ભોગવટો થયો હોત.
ચિંતા થાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, ‘હું આ બધું કરું છું’ (ઉપર જણાવ્યા મુજબ). ચિંતા આટલી બધી પ્રચલિત હોવાનું આ સૂક્ષ્મ કારણ છે. લોકો વિચારે છે કે એના જીવનમાં જેટલી ક્રિયાઓ થાય છે, તેનો કર્તા તે છે. કર્તાપણાના આ અહંકારને કારણે, જ્યારે પોતાના ધાર્યા પ્રમાણે બનતું નથી, ત્યારે તે પોતાની જાતને તે ચિંતાના રૂપમાં દુ:ખી કરી મૂકે છે. ચિંતા એ મોટામાં મોટો અહંકાર છે, ‘હું કરું છું’નો અહંકાર.
Q. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
A. ખરેખર, ચિંતા કરવાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે... Read More
A. પ્રશ્નકર્તા: ટેન્શન એટલે શું? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહો ને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી,... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠા હતા. તે શેઠાણી સામા... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ અને અસહાયતા અનુભવો, ત્યારે તમારા જીવનને... Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. ચિંતા થાય છે, જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનો છો, અને તમે તેનાથી સુખી કે દુ:ખી થાઓ છો.... Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજા મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે, જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે તમને શંકા અને ચિંતા થાય. “મારા... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં બધું જ ગુમાવવાનો ભય આપણને અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય,... Read More
subscribe your email for our latest news and events