Related Questions

આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?

છૂટવા માટે ગજબની શોધખોળ

આ તેથી આપણે કહ્યું ને, કે ભઈ, આ તમારા બધાનું સાચું. પણ અમારું આ સ્પર્ધાવાળું નથી. આ અજોડ વસ્તુ છે. તારે હલકું કહેવું હોય તો હલકું કહે, ભારે કહેવું હોય તો ભારે કહે. પણ આ છે અજોડ ! આની સ્પર્ધામાં કોઈ નથી.

અમે કોઈની સ્પર્ધામાં નથી. અમને કોઈ પૂછે કે, 'ભઈ, આ ફલાણા લોકોનું કેવું છે ?' તો અમે તરત એમ કહીએ કે, અમને એનાં તરફ કંઈ રાગ-દ્વેષ નથી. જે છે એવું કહી દઈએ. અમારે સ્પર્ધા નથી. લેવાદેવા જ નથી ને ! ને આ સ્પર્ધામાં અમારે નંબર લાવવો નથી. મારે શું કરવાનો નંબરને ? મારે તો કામ સાથે કામ છે.

અમારી પાસે ય આડું બોલનારા આવે ત્યારે હું કહું કે, 'આ તો અમે આવું જાણતા જ નહોતા. તમે કહ્યું ત્યારે અમે જાણ્યું. અને તમે તો બધું જાણીને બેઠેલા છો.' એમ કહીને એને પાછો કાઢીએ. હા, નહીં તો એને હરાવીએ તો એને ઊંઘ ના આવે અને આપણને દોષ ચોંટે. તો એના કરતાં સૂઈ જા ને ! 'તું અમારાથી જીત્યો. માટે ઘેર જઈને રેશમી ચાદર પાથરીને તું સૂઈ જા.' અમે એવું કહીએ છીએ ઘણા લોકોને. એના મનમાં એમ કે લાવ ને, થોડુંક જીતીએ. એટલે આપણે કહીએ કે તું જીત્યો, લે ! એને જો હરાવીએ ને, તો એને ઊંઘ ના આવે. અને મને તો હારીને ય ઊંઘ આવવાની છે. જેમ હારું છું એમ વધારે ઊંઘ આવે છે.

Competition

હારવાનું શોધી કાઢો ! આ નવી શોધખોળ છે આપણી. એ જીતેલો માણસ કોઈક દહાડો ય હારે. પણ જે હારીને બેઠા ને, તે કોઈ દહાડો ય હારે નહીં. જીતવા નીકળ્યોને, ત્યાંથી જ નાપાસ કહેવામાં આવે છે. આ લઢાઈઓ નથી. શાસ્ત્રમાં જીતવા નીકળ્યો કે ગમે તેમાં જીતવા નીકળ્યો, પણ જીતવા નીકળ્યો માટે તું નાપાસ !

આ જ્ઞાન બિનહરીફ જ્ઞાન છે. હરીફવાળું આ જ્ઞાન ન્હોય. તેથી તો દુર્લભ, દુર્લભ, દુર્લભ કહ્યું ને ! 'જ્ઞાની પુરુષ' મળવા દુર્લભ છે !

Related Questions
  1. પૈસા માટે સ્પર્ધામાં ઉતરવું લાભદાયી છે? શું પૈસા માટેની સ્પર્ધા નકામી છે?
  2. ધંધાની સ્પર્ધામાં થતી પૈસાની ચિંતા કે નુકશાનના ભયને કેવી રીતે દૂર કરાય?
  3. કોઇ મને હરાવવા માટે આવે ત્યારે કેવી રીતે જીતાય? જીતવા માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે?
  4. જયારે મને સફળતા મળતી હોય અને લોકો મને નીચે પાડવા પ્રયત્ન કરે ત્યારે શું કરવું? ઈર્ષાળુ લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  5. સ્પર્ધાની શું ખરાબ અસરો છે? શું તમે સ્પર્ધાથી વસ્તુઓની ખરીદી કરો છો? શું સામાજિક સ્પર્ધા સારી છે?
  6. સ્પર્ધામાં ઉતરવું યોગ્ય છે? કેમ તમારે સ્પર્ધા ના કરવી જોઈએ?
  7. ધર્મમાં સ્પર્ધાની શું અસરો હોય છે? શું ધાર્મિક સ્પર્ધા અથવા ધાર્મિક સાંપ્રદાયિક્તા યોગ્ય છે?
  8. ગુરુતમ બનવાની સ્પર્ધામાંથી કેવી રીતે બહાર નીકળવું? શા માટે નમ્ર કે વિનમ્ર (લઘુતમ) રહેવું જોઈએ?
  9. કેવી રીતે સ્પર્ધા ટીકામાં પરિણામે છે? તમે અન્ય લોકોની ટીકા કરો ત્યારે શું થાય છે?
  10. આ વિશ્વમાં એવી કોઈ પણ જગ્યા છે કે જ્યાં સ્પર્ધા ના હોય?
×
Share on