વ્યસન છોડવા માટે શું કરવું?
વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ? ચાલો, પૂજ્યશ્રી દીપકભાઈ પાસેથી જાણીએ વ્યસનથી મુક્ત થવા માટેનાં ૪ સરળ પગલાં.
“વ્યસનમાંથી મુક્ત થવું એટલે બહુ મુશ્કેલ!” એવી માન્યતા વ્યસનમાં બંધાયેલા સર્વ લોકોને હોય જ છે. પછી એ ડ્રગ્સ, આલ્કોહોલ જેવું મહાજોખમી વ્યસન હોય કે સિગરેટ-પાન-ચા જેવું અન્ય વ્યસન. જેને વ્યસન છોડવું જ છે, તેને છોડવાના પ્રયત્નો ઘણી વખત કર્યા બાદ પણ પ્રયત્નોમાં જ્યારે સફળતા મળતી નથી ત્યારે આ માન્યતા ગાઢ થયા જ કરે છે. તેમજ અંદર વણઉકેલ્યા પ્રશ્નો રહ્યા જ કરે છે કે મારે તો વ્યસન છોડવું છે, તો છૂટતું કેમ નથી? થોડો સમય છૂટે છે પણ ફરી વળગી કેમ પડે છે?
આ અર્થે વ્યસન એ ખરેખર શું છે? કઈ રીતે પેસે છે? એનો આધાર શું છે? એના જોખમો કેવા છે? વગેરેની વિસ્તૃત સમજણ અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી મળે છે. તેઓશ્રી કહે છે કે ઝેરને ખરેખર ઝેર જાણે તો એ અડે જ નહીં! તેમ વ્યસન કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ થઈ જાય, તો સાચી સમજણ જ વ્યસન માટેનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એમાંથી મુક્ત કરીને રહેશે. તેઓશ્રીએ દર્શાવેલા વ્યસનમાંથી મુક્ત થવાના વ્યાવહારિક તેમજ વૈજ્ઞાનિક ઉપાયો પણ આપણને અહીં મળે છે.
જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો અહીં ઘણી બધી ચાવીઓ મળશે જ, પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં અથવા કુટુંબમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે નવો જ દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે.


Q. વ્યસન એટલે શું? વ્યસન કોને કહેવાય?
A. ચા-કૉફી જેવા કેફીનયુક્ત પીણાંથી લઈને સોપારી, તમાકુ અને તમાકુના અન્ય સ્વરૂપ જેમ કે, પાન, ગુટકા,... Read More
Q. વ્યસનના કારણો કયા કયા છે? વ્યસન કઈ રીતે શરૂ થાય છે?
A. મોટેભાગે યુવાનોમાં દેખાદેખીથી વ્યસનની લત લાગતી હોય છે. આજકાલના યુવાનોને સાચી દિશા બતાવનારું કોઈ... Read More
Q. વ્યસનના પરિણામો શું આવે છે? વ્યસનથી થતા નુકસાન કયા કયા છે?
A. વ્યસન એક ગંભીર રોગ છે, જેનાથી ફક્ત શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક નુકસાન જ નહીં, પરંતુ ધર્મ અને... Read More
Q. વ્યસન મુક્તિ માટે શું કરવું? વ્યસનથી કઈ રીતે છૂટવું?
A. વ્યસનથી છૂટવાના ઉપાયોમાં બે પ્રકારની સમજણ મળે છે. એક તો વ્યવહારમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જેથી... Read More
Q. કુટુંબમાં વ્યસની સાથે વ્યવહાર કેવી રીતે કરવો?
A. ઘરમાં કોઈ વ્યક્તિને વ્યસનની આદત હોય તો તેને સુધારવા માટે પહેલા પોતે સુધરવું પડે. જો આપણે આપણી સમજણ... Read More


subscribe your email for our latest news and events
