અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહીં પરંતુ, સંસાર વ્યવહાર પણ સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. તો ચાલો, જ્ઞાનવિધિના બીજા ફાયદાઓ જોઈએ જેથી આપણે જ્ઞાનવિધિનું મહત્ત્વ અને સાથે આત્મજ્ઞાનનું મહત્ત્વ પણ સમજી શકીએ.
૧. અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. જ્ઞાનવિધિ પછી જે આનંદનો તમને અનુભવ થાય છે તે નિરાકુળ આનંદ છે.
૨. રોજબરોજની સમસ્યાઓને તમે સમભાવે ઉકેલી શકશો.
૩. દુઃખ કે ચિંતા કશું તમને સ્પર્શે જ નહીં!
૪. જ્ઞાનવિધિ પછી કોઈને દુઃખી કરવાનો કે ક્રોધથી કોઈને હેરાનગતિ કરવાનો પણ આશય નહીં રહે.
૫. જે લોકોએ જ્ઞાન લીધું છે તેમનામાં નિર્ભયતા અને નિરાલંબપણું (સ્વતંત્રતા) ઊભું થશે.
૬. જ્ઞાનવિધિ પછી પોતે નિષ્પક્ષપાતી બને છે. વ્યક્તિ મન-વચન-કાયાથી પક્ષપાતી થતી નથી અને તેથી જ તે પોતાની ભૂલો જોઈ શકે છે.
૭. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી તમને સાચી સમજણ (દૃષ્ટિ) મળે છે કે જેનાથી તમને જગત નિર્દોષ દેખાશે.
૮. આ તો અજાયબ જ્ઞાન છે! જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટા જ રહે, તેવું આ જ્ઞાન છે! દેહ ને આત્મા છૂટા ને છૂટા જ રહે! જ્ઞાની પુરુષે આપેલ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં “હું શુદ્ધાત્મા છું” એ જ રહે છે.
૯. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જો કોઈ તમને દુઃખ આપે ત્યારે વેર લેવાની ભાવના નથી રહેતી.
૧૦. આત્મજ્ઞાન થયા પછી સાચું પ્રતિક્રમણ થાય છે. સમકિત થયા પછી, દૃષ્ટિ સવળી થયા પછી, આત્મદૃષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું.
૧૧. નવા કર્મો બંધાશે નહીં.
૧૨. સંસારી દુઃખનો અભાવ એ પહેલા સ્ટેજનો મોક્ષ છે. એ અનુભવ તમને જ્ઞાની પુરુષ ‘જ્ઞાન’ આપે એટલે બીજે જ દહાડે શરૂ થઈ જાય છે. પછી આ શરીરનો બોજો, કર્મોનો બોજો એ બધા તૂટી જાય, એ બીજો અનુભવ. પછી આનંદ જ એટલો બધો હોય છે કે જેનું વર્ણન જ ના થઈ શકે!
૧૩. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી, તમને અનુભવ થશે કે, તમે તમારા જીવનમાં કંઈક અલગ જ કરી રહ્યા છો, જે તમે આત્મજ્ઞાન પહેલા કરી રહ્યા હતા. આ અનુભવથી તમે એ નક્કી કરી શકશો કે તમને પ્રથમ સ્ટેજનો મોક્ષ પ્રાપ્ત કર્યો છે કે નહીં. તમે આ જાણી શકશો કારણ કે, તમે આત્મા છો અને આત્મા એ બ્રહ્માંડનો સૌથી મોટો ન્યાયાધીશ છે. જાગૃત આત્મા નિષ્પક્ષપાતી હોવાથી જે કંઈ પણ નિર્ણય આપે તે સચોટ જ હશે.
ચાલો, હું તમને એક ઉદાહરણ આપું. જો તમે કોઈના ઘરમાં પેઠા હો તો મહીં ફફડાટ રહે કે ના રહે? રહે જ. હમણાં કોઈ કાઢી મૂકશે, ધમકાવશે એમ નિરંતર રહ્યા જ કરે. પણ જો પોતાના ઘરમાં બેઠા હો તો છે કશી ચિંતા? શાંતિ જ હોય ને પોતાના ઘરમાં તો! તેવું છે. ચંદુલાલ તે તમારું ઘર ન હોય. તમે પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ છો અને ભ્રાંતિથી પરાયા ક્ષેત્રમાં ક્ષેત્રાકાર થઈ ગયા છો. પરના સ્વામી થઈ બેઠા છો ને પાછા પરના ભોક્તા થઈ ગયા છો. તો નિરંતર ચિંતા, ઉપાધિ, આકુળતા અને વ્યાકુળતા રહ્યા કરે છે.
Q. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
A. જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ... Read More
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબર ને? શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે, જો સુખ અનુભવ્યા પછી,... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને!
A. 'પોતે કોણ છે?' એના પર જો કોઈને શંકા પડતી નથી ને! એ શંકા જ પડતી નથી ને, પહેલી! ઊલટા, એને જ સજ્જડ કરે... Read More
A. અનંતકાળથી, પોતે દેહરૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહને જે કંઈ પણ થાય છે,... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ છું.’ આપણે એમ પણ કહીએ છીએ કે, ‘મારું નામ ચંદુલાલ છે.’ તો આડકતરી રીતે,... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. આત્મજ્ઞાન એટલે જ્યારે તમને ‘હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ મળે છે. ત્યારે તમને અનુભવ થશે કે તમે... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યું હશે કે મોક્ષપ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પૂરી કરવા અને આત્મમુક્તિના પંથ પર પ્રગતિ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારું દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્ત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે? ના... Read More
subscribe your email for our latest news and events