Related Questions

લોકોને ભય શા માટે લાગે છે?

મનુષ્યોનું નિરાશ્રિતપણું

આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવરો બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યોને તો કોઈનોય આશરો નથી. કોઈનો આશરો લીધો હોય તો પોતે જ નિરાશ્રિત હોય તે તારો શો શક્કરવાર વળવાનો ? હવે નિરાશ્રિત કેવી રીતે તે હું તમને ભગવાનની ભાષામાં સમજાવું.

એક શેઠ, એક મહારાજ અને તેમનું પાળેલું એક કૂતરું એમ ત્રણ જણા પ્રવાસે નીકળ્યા. તે રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું અને સામા ચાર બહારવટિયા ધારિયાં, બંદૂક સાથે મળ્યા. આ પ્રસંગની ત્રણેયની શી ઈફેક્ટ થાય ? શેઠને થાય કે આ મારી પાસે દસ હજારની પોટલી છે તે મૂઆ લઈ લેશે તો મારું શું થશે ? ને મારી નાખશે તો મારું શું થશે ? મહારાજને શું થાય આપણી પાસેથી તો કંઈ લેવાનું છે જ નહીં. આ લોટું-બોટું છે તે મૂઆ લેશે તો દેખા જાયેગા. પણ મૂઆ મારો ટાંટિયો-બાંટિયો ભાંગી નાખશે તો મારું શું થશે ? મારી ચાકરી કોણ કરશે ? અને કાયમનો લંગડો થયો તો મારું શું થશે ? જ્યારે પેલું કૂતરું તો એક વારકું બહારવટિયાઓની સામું ભસશે ને બહારવટિયા જો એને લાકડી મારશે તો એ ક્યાંઉં.... ક્યાંઉં.... કરતું ટગર ટગર શેઠને પડતો માર જોયા કરશે. તેને એમ ના થાય કે મારું શું થશે ? કારણ કે તે આશ્રિત છે ને આ અક્કરમીઓ નિરાશ્રિત છે. હવે મારું શું થશે એવું એકવાર પણ વિચારમાં આવ્યું તો તે નિરાશ્રિત છે. ભગવાન શું કહે છે ? 'જ્યાં સુધી પ્રગટનાં દર્શન કર્યાં નથી ત્યાં સુધી તમે નિરાશ્રિત છો અને પ્રગટનાં દર્શન થાય તો તમે આશ્રિત છો.'

પ્રગટનાં દર્શન થયા પછી બહારના કે અંદરના ગમે તેવા સંજોગો આવે તોય મારું શું થશે એવું ના થાય.

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on