Related Questions

ભય પાછળનું વિજ્ઞાન શું છે?

કોઈ જપ કરતો હોય, તપ કરતો હોય તેમાં આપણે તેનો દોષ શું જોવાનો ? એવું છે, એનાં 'વ્યવસ્થિત'ના તાબામાં હોય એવું બિચારો કરે. એમાં આપણે શું લેવા-દેવા ? આપણે ટીકા કરવાનું કોઈ કારણ છે ? આપણે એની જોડે નવા કરાર શું કામ બાંધીએ ? એને જે અનુકૂળ આવે તે એ કરે. આપણને તો મોક્ષ સાથે જ કામ છે. આપણને બીજા સાથે કામ નથી. અને જગતમાં અમને કોઈ દોષિત દેખાય નહીં. ગજવું કાપે તે ય દોષિત ના દેખાય. એટલે જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય નહીં. સાપ હોય કે વીંછી હોય કે ગમે તે હોય, જે તમને દોષિત દેખાય છેને, એનો ભય તમને પેસી જાય. અને અમને દોષિત દેખાય જ નહીં. શા આધારે દોષિત નથી એ બધો આધાર અમે જ્ઞાનથી જાણીએ. આ દોષિત દેખાય છે એ તો ભ્રાંતદ્રષ્ટિ છે, ભ્રાંતિની દ્રષ્ટિ ! આ ચોર છે ને આ શાહુકાર છે, આ ફલાણો છે એ ભ્રાંતિની દ્રષ્ટિ. આપણું લક્ષ શું હોવું જોઈએ કે બધા જીવમાત્ર નિર્દોષ છે. આપણને દોષ દ્રષ્ટિથી દોષિત દેખાય છે. તે હજુ આપણી જોવામાં ભૂલ થાય છે એટલું સમજવું જોઈએ. ખરેખર કોઈ દોષિત છે જ નહીં, ભ્રાંતિથી દોષિત લાગે છે.

Reference: Book Excerpt: નિજદોષ દર્શનથી નિર્દોષ (Page #125 - Paragraph #3)

સહવાસ નહીં ગમે તો પછી શું થાય છે ? એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી ના ગમતી હોય તો બહુ દોષિત જો જો કરે, એટલે તિરસ્કાર છૂટે. એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો આપણને ભય લાગે. એને દેખો કે ગભરામણ થાય. એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, એના નામની. જેના તરફ જે જે દોષ કર્યા હોય, હે ભગવાન ! હું ક્ષમા માગું છું. આ દોષોનું પરિણામ છે, તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર તમે માફી માંગ માંગ કરો, ભગવાન પાસેથી, તો બધું ધોવાઈ જશે.

Reference: Book Name: પ્રતિક્રમણ(ગ્રંથ) (Page #162 - Paragraph  #3, Page #163 - Paragraph  #1)

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on