Related Questions

શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?

દાદાશ્રી: તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડોય? એવું બને કે નહીં?

પ્રશ્નકર્તા: હા. એવું બને છે.

દાદાશ્રી: લોકોને થતું હશે કે નહીં? એનું શું કારણ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ?

જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી, તે શી રીતે આ કાર્ય કર્યું મેં? હવે જે ઈચ્છા નથી એ કર્મ 'મેં કર્યું', એ શી રીતે કહો છો? કારણ કે, જગત શાથી કહે છે એને, 'તમે કર્મ કર્યું' એમ? કારણ કે, દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે, લોક કહેશે કે, આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું.

કોણે મોકલ્યા પૃથ્વી પર?

પ્રશ્નકર્તા: આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે?

દાદાશ્રી: કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ જાય છે ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારા કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટા કર્મો હોય તો ખોટી જગ્યાએ થાય. 

×
Share on