Related Questions

શુદ્ધ પ્રેમ કેવી રીતે ખીલવવો? પ્રેમની મૂર્તિ કેવી રીતે બનવું?

હવે જેટલો ભેદ જાય, તેટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુદ્ધ પ્રેમને ઉત્પન્ન થવા માટે શું જવું જોઈએ આપણામાંથી ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે. એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આમાંથી ભેદ જાય. એટલે શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. એટલે જેટલો ભેદ જાય એટલો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે.

તમને સમજાયું 'પોઈન્ટ ઓફ વ્યૂ' ? આ જુદી જાતનું છે અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. કહેશે, 'આ અમારું ને આ તમારું.' પણ અહીંથી જતી વખતે 'અમારું-તમારું' હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમ મૂર્તિ થઈ જાય.

પ્રેમ એટલે આ બધું જ 'હું' જ છું, 'હું' જ દેખાઉં છું. નહીં તો 'તું' કહેવું પડશે. 'હું' નહીં દેખાય તો 'તું' દેખાય. બેમાંથી એક તો દેખાય જ ને ? વ્યવહારમાં બોલવાનું આમ કે 'હું, તું.' પણ દેખાવું જોઈએ તો 'હું' જ ને ! તે પ્રેમસ્વરૂપ એટલે શું ? કે બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું. અભેદભાવ જ માનવો. 'આ જુદાં છે' એવી તેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે. 

×
Share on
Copy