Related Questions

આત્યંતિક મુક્તિ(મોક્ષ) શાના કારણે થાય?

પ્રશ્નકર્તા : જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે, એમાં કંઈ પ્રેમ, પ્રેમ, પ્રેમ ઊભરાય છે એ શું છે ?

દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ છે. જે રાગથી સંસારના રાગ બધા છૂટી જાય. આવો રાગ ઉત્પન્ન થાય એટલે સંસારમાં જે બીજા રાગ બધે લાગેલા હોય એ બધા પાછા આવી જાય. આને પ્રશસ્ત રાગ કહ્યો ભગવાને. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ રાગ બાંધે નહીં. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. ઉપકારી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય, એ પ્રશસ્ત રાગ. એ બધા રાગને છોડાવડાવે.

આ 'દાદા'નું નિદિધ્યાસન કરીએ તો એમનામાં જે ગુણો છે ને, તે ઉત્પન્ન થાય આપણામાં. બીજું એ કે જગતની કોઈ વસ્તુની સ્પૃહા નહીં કરવાની, ભૌતિક ચીજની સ્પૃહા કરવી નહીં. આત્મસુખ જ વાંછવું, બીજું કંઈ વાંછવું જ નહીં અને કોઈ આપણને ગાળ ભાંડી ગયો હોય એની જોડેય પ્રેમ ! એટલું હોય કે કામ થઈ ગયું પછી. 

×
Share on
Copy