Related Questions

શું તમને મૃત્યુનો ભય લાગે છે?

આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની મૂર્છામાં છે જીવો. ઉઘાડી આંખે ઊંઘે છે તેથી આ બધું ચાલી રહ્યું છે.

પ્રશ્નકર્તા : એવું કહેવામાં આવે છે કે આત્મા મરતો નથી, એ તો જીવે જ છે.

દાદાશ્રી : આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને ભો લાગ્યા કરેને ? મરવાનો ભો લાગેને ? એ તો હમણે દેહને કશુંક દર્દ થાયને તો 'છૂટી જઈશ, મરી જઈશ' એવો ભય લાગે. દેહની દ્રષ્ટિ ના હોય તો પોતે મરી જાય નહીં. આ તો 'હું જ છું આ, આ જ હું છું' એવું તમને હંડ્રેડ પરસન્ટ છે. તમને આ ચંદુલાલ તે હું જ, એવું હંડ્રેડ પરસન્ટ ખાતરી છે ને ?  

×
Share on
Copy