Related Questions

જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?

પ્રશ્નકર્તા : કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : અજાણથી હિંસા થાય પણ ખબર પડે એટલે આપણને તરત જ પશ્ચાતાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુઃખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી.

પ્રશ્નકર્તા : ભૂલથી થઈ ગયું હોય તો પણ પાપ લાગેને ?

દાદાશ્રી : ભૂલથી દેવતામાં હાથ મૂકું તો શું થાય ?

પ્રશ્નકર્તા : દાઝી જવાય.

દાદાશ્રી : નાનું છોકરું ના દાઝે ?

પ્રશ્નકર્તા : દાઝે.

દાદાશ્રી : એ હઉ દાઝે ? એટલે કશું છોડે નહીં. અજાણતાથી કરો કે જાણીને કરો, કશું છોડે નહીં. 

×
Share on