પ્રશ્નકર્તા : ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?
દાદાશ્રી : હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય.
પ્રશ્નકર્તા : નવકાર મંત્રને બદલે ૐ એટલું કહીએ તો ચાલે ?
દાદાશ્રી : હા. પણ તે સમજીને કરે તો ! આ લોકો બોલે છે એ તો અર્થ વગરનું છે. ખરો નવકાર મંત્ર તો બોલાય ત્યાર પછી ઘરમાં ક્લેશ થતો અટકી જાય. અત્યારે ક્લેશ બધાં અટકી ગયેલાં છેને, બધાંને ઘેર ઘેર ?!
પ્રશ્નકર્તા : ના અટકે.
દાદાશ્રી : ચાલુ જ છે ? તો એ ક્લેશ થતો અટકી ના જાય તો જાણવું કે હજુ આ નવકાર મંત્ર સારી રીતે સમજીને બોલતાં નથી.
આ નવકાર મંત્ર છે તે બોલજે એટલે ૐ ખુશ થઈ જશે, ભગવાન ખુશ થઈ જશે. આ એકલું ૐ બોલવાથી ૐ ખુશ ના થાય કોઈ દહાડોય ! માટે આ નવકાર મંત્ર બોલજેને ! આ નવકાર મંત્ર એ જ ૐ છે ! એ બધાનું ટૂંકાક્ષરી છે, એ ૐ શબ્દ મૂકેલો છે. આ બધું ભેગું આની મહીં આવી ગયું, તે એનું નામ ૐ મૂક્યો. લોકોને લાભ થવા માટે કર્યું આ કરનારાઓએ, પણ લોકોને સમજણ નહીં તે ઊંધું બફાઈ ગયું.
મંત્ર શું છે?
મંત્ર ઇટસેલ્ફ કહે છે કે મનને તર કરવું હોય તો મંત્ર બોલ. હા, આખું મન જો ખુશ કરવા માટે આ સરસ રસ્તો છે.
મંત્ર કેવી રીતે કરવો જોઈએ?
ૐ નમો ભગવતે વાસુદેવાય' એ પણ આંખો મીંચીને તમે બોલોને તો અક્ષરે અક્ષર દેખાવું જોઈએ.
મંત્રોનું આ રીતે ચિંતન કરવાનું છે. એને ધ્યાન કહેવાય.
મંત્ર કરવાથી શું લાભ થાય છે?
મંત્રો તમને વ્યવહારમાં અડચણ ના થવા દે. આ મંત્રોથી તમને વ્યવહારિક અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય.
નિષ્પક્ષપાતી મંત્રો ભેગા હોવા જોઈએ.
A. નમો અરિહંતાણં હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધાજ અંતઃ શત્રુઓ,... Read More
Q. ત્રિમંત્રનો અર્થ શું છે અને ત્રિમંત્રની આરાધનાનો ફાયદો શું છે?
A. ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી... Read More
A. ઓળખાણ,અરિહંત ભગવાનની અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ... Read More
Q. અરિહંત અને સિદ્ધ વચ્ચે શો તફાવત છે?
A. પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું ? દાદાશ્રી : ના,... Read More
Q. આચાર્ય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા : 'નમો આયરિયાણં.' દાદાશ્રી : અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે... Read More
Q. ઉપાધ્યાય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?
A. પ્રશ્નકર્તા : 'નમો ઉવજ્ઝાયાણં.' દાદાશ્રી : ઉપાધ્યાય ભગવાન ! એનો શું અર્થ થાય ? જેને આત્મા... Read More
A. પ્રશ્નકર્તા : 'નમો લોએ સવ્વસાહૂણં.' દાદાશ્રી : લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા... Read More
A. એ વાસુદેવ તો કેવા હોય ? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે... Read More
Q. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ આ આત્મદશા સાધે છે કે નહીં?
A. પ્રશ્નકર્તા : આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં ? દાદાશ્રી : હા, તે આપણે... Read More
Q. જય સચ્ચિદાનંદ નો અર્થ શું છે?
A. આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા... Read More
subscribe your email for our latest news and events