અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો15 ડિસેમ્બર |
13 ડિસેમ્બર | to | 16 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોપ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય?
દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો કમ્પલીટ ફીઝિકલ છે, મશીનરીની જેમ. આ તો લાગે કે કન્ટ્રોલ થયું છે, પણ એ તો પૂર્વના હિસાબે. જો પૂર્વે એવું ગોઠાવાયું હોય, પૂર્વે ભાવમાં હોય તો આ ભવમાં દ્રવ્યમાં આવે, બાકી આ ભવે તો મન કન્ટ્રોલમાં લાવી શકે જ નહીં. મન એમ કશાથી ય બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઇએ, તેમ મનને બાંધવા જ્ઞાન જોઇએ. મન તો જ્ઞાનીને જ વશ રહે! મનને ફ્રેક્ચર નથી કરવાનું, પણ મનનો વિલય કરવાનો છે. મન એ તો સંસારસમુદ્રનું નાવડું છે, સંસારસમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય. આ જગત આખું સંસારસાગરમાં ડૂબકાં ખાય છે; તરે છે ને પાછાં ડૂબકાં ખાય છે ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઇચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જ્ઞેય છે ને આપણે 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલમ વગર આપણે કરીએ શું? મન એ તો ફિલમ છે. પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઇ જાય છે કે, 'મને સરસ વિચાર આવે છે' અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી! સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ, સંસાર ઊભો રહે છે! 'જ્ઞાની પુરુષ' 'પોતે કોણ છે?' એ રીયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય, પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય.
પ્રશ્નકર્તા: સંસારમાં બહુ નીરસતા લાગે છે. કયાં ય રૂચતું નથી, તો શું કરવું?
દાદાશ્રી: કોઇ માણસને પાંચ-સાત દહાડા તાવ આવે ને, તો કહેશે, 'મને કશું ભાવતું નથી.' ને લખી આપે કે, 'મને કશું ભાવતું નથી.' આવો કરાર કોઇ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે? ના. એ તો કહે, 'આ કરાર ફાડી નાખો, ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઇન કરી આપેલી, પણ હવે તો તાવ નથી!' આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે. આ તો રસ પાછો આવશે ય ખરો. આ તો એવી કન્ડિશન આવે, ત્યારે કહે, 'મને સંસાર હવે ગમતો નથી.' ત્યારે આવી સાઇન કરી આપે, પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની.
1. મનનો સ્વભાવ કેવો છે? કે, 'મને ડીપ્રેશન આવ્યું' કહે તો એક રતલને બદલે દસ રતલ બોજો થઇ જાય, ને 'મને ડીપ્રેશન નથી જ' કહે તો બોજો દસ રતલને બદલે એક રતલ થઇ જાય.
2. માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટયો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું થાય નહીં.
3. મન તો જ્ઞાને કરીને જ બંધાય એવું છે, તે 'જ્ઞાની પુરુષ' કરી શકે! જ્ઞાન ના હોય તો જયાં મન જાય ત્યાં સંસાર ઊભો થઇ જાય. હિમાલયમાં જાય તો ય નાનો ગુલાબનો છોડ ઊભો કરે, બકરી પાળે ને આમ સંસાર ઊભો કરે. એ તો એકાંતમાં ય પછી ભીડ ઊભી કરે.
4. આપણે મનથી જુદા છીએ, દેહથી જુદા છીએ અને વાણીથી પણ જુદા છીએ.
5. પૈસા ગણતી વખતે મન વશ વર્તે છે ને? સંતોષ હોય, ત્યાં મહીંલા બધા મથુરાઓ ચૂપ. મનના નિગ્રહની જરૂર નથી, મનને જ્ઞાનથી વશ કરવાની જરૂર છે.
subscribe your email for our latest news and events