જીવનના દરેક તબક્કે આપણને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે. સ્કૂલ અને કોલેજમાં હોઈએ ત્યારે પરીક્ષા, રમતગમત કે અન્ય પ્રવૃત્તિઓમાં નિષ્ફળતાનો ભય હોય છે. આગળ જઈને કારકિર્દીના ક્ષેત્રોમાં, નોકરી કે ધંધામાં નિષ્ફળતાનો ભય કે પછી સમાજમાં પ્રતિષ્ઠા કે મોભો જાળવવાની સ્પર્ધામાં નિષ્ફળતાનો ભય સતાવે છે.
ખાસ કરીને બાળકો અને યુવાનોને પરીક્ષાના આગલા દિવસે ચિંતા અને ગભરામણ થઈ જાય, તો કેટલાકને તાવ આવી જાય! પેપર લખતી વખતે તણાવને કારણે વાંચેલું ભૂલી જવાય. ભલભલા હોશિયાર છોકરા-છોકરીઓ પણ પરીક્ષામાં નહીં આવડે એવા ભયથી ડિપ્રેશનમાં આવી જાય અને પરીક્ષા જ નથી આપવી એવું નક્કી કરી નાખે. કેટલાક વિદ્યાર્થીઓ ફેઈલ થવાના ડરમાં એટલા તો સપડાય છે કે હજુ પરિણામ આવે એ પહેલાં જીવન ટૂંકાવી દેવાનો વિચાર કરે છે.
એક વખત નિષ્ફળ થઈએ એમાં દુનિયાનો અંત નથી આવી જતો. પરીક્ષા આપતા પહેલાં વાંચતી વખતે પૂરેપૂરું એકાગ્રતાથી વાંચવું, જરૂરી મહેનત કરવી. પણ પછી પરીક્ષા આપતી વખતે કે પરીક્ષા આપ્યા પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે ચિંતા કરવાથી પરિણામ બદલાશે નહીં, કે સુધરશે નહીં. ખરેખર તો કુદરતનો નિયમ શું છે કે આપણને ટેન્શન હોય તો કામ અવશ્ય બગડે, જ્યારે ચિંતા ના થાય તો કામ સારું જ થાય.
પરિણામ ખરાબ આવે તો દુઃખી થવાની જરૂર નથી. ફરીથી પરીક્ષા આપીએ. નક્કી કરીએ કે હજુ વધારે સારી રીતે વાંચીને દિલથી મહેનત કરીશું. પછી પરિણામ જે આવે એ આપણા હાથમાં નથી, એટલે એને સ્વીકારી લેવું.
નોકરી-ધંધામાં કે કારકિર્દીના કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતાના ભયમાંથી ચિંતા જન્મે છે. એ ચિંતામાં ને ચિંતામાં રાતોની ઊંઘ હરામ થઈ જાય છે. કારકિર્દીમાં નિષ્ફળતા જુદી જુદી રીતે રૂપકમાં આવતી હોય છે. ધંધામાં ખોટ આવે કે નોકરીમાંથી કાઢી મૂકે એ તો દેખીતી નિષ્ફળતા છે. એ ઉપરાંત, નોકરીના ઈન્ટરવ્યુમાં સફળ ના થવાય, નોકરીમાં પ્રમોશન ના મળે કે પગાર વધારો ના થાય એને પણ લોકો નિષ્ફળતા માને છે.
પરમ પૂજ્ય દાદાશ્રી પોતે વ્યવસાયે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. એક વખત તેઓશ્રીને પણ ધંધામાં ખોટ આવી હતી. પરિણામે રાત્રે ચિંતા શરૂ થઈ અને ઊંઘ નહોતી આવતી. પણ તેઓશ્રી વિચક્ષણ હતા એટલે વિચારણા શરૂ થઈ કે ખોટ મારી ગઈ કે ધંધાની? અને આ ધંધાના નફામાં ઘરનાં બધા ભાગીદાર હોય છે અને ખોટ ગઈ તો મારા એકલાના માથે જ કેમ? જો આ ખોટ પણ ઘરની વ્યક્તિઓ અને ભાગીદારોમાં વહેંચી નાખીએ તો પોતાના ભાગે કેટલું આવે? બસ એટલી જ ચિંતા કરવાની.
ધંધામાં નિષ્ફળ જવાના ભયથી અનીતિ, અપ્રમાણિકતા કે ભ્રષ્ટાચાર શરૂ ના કરવા. ખાસ કરીને મનુષ્યોને ખાવાની વસ્તુઓમાં કે દવામાં ભેળસેળ કરવાથી ભયંકર ગુના બંધાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમારે ધંધો કરવો હોય તો હવે નિર્ભયતાથી કર્યા કરજો, કોઈ ભય રાખશો નહીં અને ધંધો ન્યાયસર કરજો. જેટલું બને એટલું પોસિબલ હોય એટલો ન્યાય કરજો. નીતિના ધોરણ ઉપર રહીને પોસિબલ હોય એટલું કરજો, જે ઈમ્પોસિબલ હોય તે નહીં કરતા. જે મનોવ્યાપાર નિર્ભય બનાવે, તે વ્યાપાર કરેલો કામનો.”
નિષ્ફળતાનો ખોટો ભય ઊભો થાય તો આગલા વર્ષોમાં મળેલી સફળતા યાદ કરવી. જો પહેલાં આવી જ રીતે કોઈ બાબતમાં ચિંતા અને ભય ઊભા થયા હતા, તો પણ પરિણામ તો સારું જ આવ્યું હતું. તો એમાંથી અનુભવ લેવો, કે પહેલા સફળ થયા હતા તો હવે પણ થવાશે.
ઘણી વખત પરિણામમાં નિષ્ફળતા મળશે એ ભયથી કેટલાક લોકો પ્રયત્ન કરવાનું જ છોડી દે છે. જેમ કે, પરીક્ષામાં એક વખત ફેઈલ થયા તો ફરીથી પરીક્ષા જ નથી આપવી એવું નક્કી કરે છે. અથવા બીજી પરીક્ષાની તૈયારી કરવાને બદલે આડાઅવળા રસ્તે ફંટાઈને સમય વેડફી નાખે છે. એમ કરવાને બદલે એકાદ નિષ્ફળતા પછી પણ સિન્સિયરલી ફરીથી પ્રયત્નો કરવા.
જીવનમાં ચડ-ઊતર તો આવ્યા કરવાની પણ એમાં આપણે ડિસ્ટર્બ ન થવું. જેમ કે, મુંબઈથી અમદાવાદ ગાડી ચલાવીને જવાનું હોય, એના માટે ઘરમાંથી બહાર નીકળ્યા અને હજુ તો થોડે દૂર જઈને ટ્રાફિક નડ્યો તો ઘરે પાછા આવીએ કે “બહુ ટ્રાફિક નડે છે, એના કરતા જવું જ નથી!” થોડો વખત ધીરજ રાખીએ તો ટ્રાફિક ક્લિયર થઈ જશે. કોઈ પણ બાબતમાં નિષ્ફળતા મળે, અથવા આપણી ધારણા પ્રમાણે પરિણામ ના આવે તો એ એક પરિણામને બાજુએ મૂકીને નવેસરથી પાછી મહેનત કરવી. જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય એમને પ્રાર્થના કરવી અને શક્તિઓ માંગવી. પછી ક્યાં કચાશ રહી ગઈ હતી, તે શોધી કાઢવું અને ત્યાં સુધારો કરીને એકડે એકથી શરૂઆત કરવી.
ખૂબ મહેનત કરી હોય છતાં નિષ્ફળતા આવે તો પણ નાસીપાસ થઈને બેસી ના રહેવું, પણ બીજી વખત “ના કેમ થાય? પ્રયત્ન તો કરીએ!” એવો સકારાત્મક અભિગમ રાખીને પ્રયત્નો ચાલુ રાખવા.
પૂરેપૂરી સફળતા મળે એવી ધારણા રાખી હોય તો નાનકડી નિષ્ફળતા સહન જ ના થાય. પણ જો પૂરેપૂરી નિષ્ફળતાની તૈયારી હોય તો નાનકડી સફળતામાં પણ સ્વસ્થ રહી શકાય.
ધારો કે, નોકરી માટે કોઈ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે, અને આપણે બધી રીતે પૂરેપૂરી તૈયારીઓ કરીને તૈયાર છીએ. પણ અંદરખાને એવો અભિગમ રાખીએ કે “હું મારા તરફથી શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. પછી નોકરી મળે કે ના પણ મળે, બંને માટે મારી તૈયારી છે.” અને પછી જો નોકરી મળી જાય તો બહુ આનંદ થાય. પણ આપણે અંદર એવું ધારીને બેઠા હોઈએ કે, “આ નોકરી તો મને મળીને જ રહેશે.” અને જો નોકરી ના મળે તો નાસીપાસ થઈ જઈશું.
એટલે દરેક કાર્યમાં નિષ્ફળતા માટે તૈયાર રહેવું. એનો અર્થ એમ નથી કે આપણે સફળતા માટે કોઈ પ્રયત્ન ન કરીએ. આપણા પ્રયત્નો પૂરેપૂરી નિષ્ઠાથી કરવા. પણ સાથે આવું આંતરિક એડજસ્ટમેન્ટ લેવાથી આપણે અવળા પરિણામ માટે તૈયાર રહીએ છીએ અને નિષ્ફળતામાં હારીને બેસી નથી જતા.
Q. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
A. સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોલીસનો અને કોર્ટ-કચેરીનો ભય લાગે છે. પોલીસ આપણા ઘરનું બારણું ખખડાવે... Read More
A. ભયના કારણો સમજીએ તો ભયમાંથી નીકળવાના ઉપાયો આપોઆપ મળી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલ સમજણરૂપી... Read More
Q. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
A. આગળના પ્રશ્નોમાં આપણે બાહ્ય વસ્તુ અને પરિસ્થિતિના ભય વિશે જાણ્યું. પરંતુ કેટલાક ભય એવા હોય છે કે... Read More
Q. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
A. બુદ્ધિ બગાડે સંસાર ! પ્રશ્નકર્તા: પણ બહુ બુદ્ધિશાળી માણસોને કેમ વધારે શંકા હોય? દાદાશ્રી: એને... Read More
Q. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
A. આપણે રાત્રે કોઈ હોરર મુવી (ભૂતનું મુવી) જોઈને અથવા ભૂતની વાત સાંભળીને સૂઈ ગયા હોઈએ. ઉપરથી એ રાત્રે... Read More
Q. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
A. શંકા અને ભય ! પ્રશ્નકર્તા: આ ભય અને શંકા એ બેને અરસપરસ સંબંધ ખરો ? દાદાશ્રી: શંકાથી જ ભય ઉત્પન્ન... Read More
Q. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
A. ત્યાં શૂરવીરતા હોવી ઘટે ! નહીં તો શંકા પડે એ કામ જ ઊભું કરશો નહીં. જ્યાં આપણને શંકા પડે ને, તે... Read More
Q. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
A. નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ ! બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો... Read More
A. ત્યારે સંદેહ જાય ! પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો... Read More
Q. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
A. શંકામાંથી નિઃશંકતા ! પ્રશ્નકર્તા: સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર... Read More
A. જીવનમાં ક્યાંય ભય રાખવા જેવો નથી. છતાંય એવી કેટલીક બાબતો છે જેમાં ભય રાખવો હિતકારી છે. એ બાબતોમાં... Read More
Q. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
A. મોટાભાગના લોકોને જીવજંતુ જેવા કે, ગરોળી, વાંદો, વીંછી કે સાપનો ભય લાગતો હોય છે. દીવાલ ઉપર ગરોળી... Read More
Q. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
A. પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે ''આત્માની શંકા કરે, આત્મા પોતે... Read More
subscribe your email for our latest news and events