Related Questions

આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?

પ્રશ્નકર્તા: શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ માં લખ્યું છે

''આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.

શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.''

આમાં આત્માની શંકા આત્મા કરે છે કે બુદ્ધિ કરે છે ?

દાદાશ્રી: એ આત્માની શંકા આત્મા કરે છે, આ બુદ્ધિ નથી કરતી. આત્મા, એટલે જે અત્યારે તમારો માનેલો આત્મા છે તે અને મૂળ આત્મા, એ બે જુદા આત્મા છે. તમારો માનેલો આત્મા બુદ્ધિ સહિત છે. અહંકાર, બુદ્ધિ, બધા સાથે થઈને મૂળ આત્માની શંકા કરે છે. શું શંકા કરે છે ? કે 'મૂળ આત્મા નથી. એ એવું કંઈ લાગતું નથી.' એને શંકા આવે છે કે આમ હોય કે કેમ ?!

પ્રશ્નકર્તા: એટલે બુદ્ધિ ઉપરાંત જે આત્મા છે એ એની સાથે સંકળાયેલો છે.

દાદાશ્રી: આ જેને આપણે આત્મા જેને માનીએ છીએ, અગર તો આ જગત શેને આત્મા માને છે ? 'હું ચંદુભાઈ અને બુદ્ધિ મારી, અહંકાર બધું મારું અને હું જ આ આત્મા છું અને આ આત્માને મારે શુદ્ધ કરવાનો છે' એવું માને છે. એમને એમ ખબર નથી કે આત્મા તો શુદ્ધ છે જ અને આ રૂપક ઊભું થયેલું છે. એટલે આ પોતે-અહંકાર, બુદ્ધિ ખરી એમાં, તે શંકા કરે છે. બુદ્ધિ એકલી શંકા ના કરે. બુદ્ધિ અહંકારસહિત શંકા કરે. એટલે એ 'પોતે' થયો.

''આત્માની શંકા કરે, આત્મા 'પોતે' આપ !''

આ જ પોતે આત્મા છે અને તે પોતે પોતાની શંકા કરે છે. એટલે 'એના' વગર શંકા બીજો કોણ કરે ? એ શંકા ક્રોધ-માન-માયા-લોભ કરતું નથી કે મન કરતું નથી કે બુદ્ધિ કરતી નથી. આત્માની શંકા આત્મા જ કરે છે. એ અજાયબી છે, એમ કહે છે. પોતે પોતાની શંકા કરે છે. કારણ કે આ તો એટલું બધું અજ્ઞાન ફેલાયું છે કે પોતે પોતાની શંકા કરતો થઈ ગયો છે કે 'હું છું કે નહીં ?' એવું કહેવા માગે છે. કૃપાળુદેવનું આ બહુ સરસ વાક્ય છે, પણ સમજે તો !

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on