Related Questions

કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?

આ તો નરી શંકાનાં જ વાતાવરણમાં જીવી રહ્યું છે આખું જગત, કે 'આમ થઈ જશે કે તેમ થઈ જશે.' કશુંય થવાનું નથી. અમથો ભડકાટ શું કરવા કરે છે ? સૂઈ રહે ને, પાંસરો. વગર કામનો આમ ફરાફર કરે છે. તેં તારી જાત ઉપર શ્રદ્ધા રાખી છે એ ખોટી છે બધી, 'હંડ્રેડ પરસેન્ટ'! એટલે કશુંય થવાનું નથી. પણ જો ફફડાટ, ફફડાટ, તરફડાટ, તરફડાટ ! જાણે જોડે લઈ જવાનો હોય ને, થોડુંક ?!

આ તો આખો દહાડો'શું થશે, શું થશે'એમ ફફડ્યા કરે. અલ્યા, શું થવાનું છે? આ દુનિયા કોઈ દહાડો ય પડી ગઈ નથી. આ દુનિયા જ્યારે નીચે પડી જાય ને, ત્યારે અલ્લા હઉ નીચે પડી જાય (!) એટલે દુનિયા ક્યારે કોઈ દહાડો પડે જ નહીં.

અમે પેલી નેપાળની જાત્રાએ બસ લઈને ગયા હતા ત્યારે રસ્તામાં યુ.પી.માં રાત્રે બાર વાગે એક શહેર આવ્યું હતું. કયું હતું એ ગામ?!

પ્રશ્નકર્તા: બરેલી હતું એ.

દાદાશ્રી: હા. તે બરેલીવાળા ફોજદાર બધા અને કહે કે, 'બસ ઊભી રાખો.'મેં પૂછયું કે, 'શું છે?'ત્યારે એમણે કહ્યું કે, 'અત્યારે આગળ નહીં જવાનું. રાત્રે અહીં રહો,આગળ રસ્તે લૂંટે છે. પચાસ માઈલના એરિયામાં આ બાજુથી,પેલી બાજુથી બધાંને રોકે છે.'ત્યારે મેં કહ્યું કે, 'ભલે લૂંટાય,અમારે તો જવું છે.'ત્યારે છેવટે એ લોકોએ કહ્યું કે, 'તો જોડે બે પોલીસવાળા લેતા જાઓ.'ત્યારે મેં કહ્યું કે, 'પોલીસવાળા ભલે બેસાડો.'એટલે પછી બે પોલીસવાળા બંદૂક લઈને બેઠા,પણ કશું થયું નહીં. એ યોગ જામવો એ તો મહા મહા મુશ્કેલી છે ! અને એ યોગ જામવાનો હશે તો હજારો પ્રયત્નો કરશો તો ય તમારા પ્રયત્નો ધૂળધાણી થઈ જશે !! એટલે ડરવું નહીં,શંકા કરવી નહીં. જ્યાં સુધી શંકા ન જાય ત્યાં સુધી કોઈ દહાડો ય કામ થાય નહીં. નિઃશંકતા આવે નહીં ત્યાં સુધી માણસ નિર્ભય થઈ શકે નહીં. શંકા ત્યાં ભય હોય જ.

Related Questions
  1. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?
  2. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
  3. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  4. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  5. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  6. ભયનું મૂળ કારણ શું છે?
  7. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
  8. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
  9. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
  10. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  11. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
  12. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  13. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  14. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  15. મારી શંકા ક્યારે જશે?
  16. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
×
Share on
Copy