Related Questions

ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?

એવો નિશ્ચય છોડાવે લાલચો

એટલે 'કોઈ વસ્તુ ના ખપે' એવું નક્કી કર્યું, ત્યારથી લાલચ શબ્દ જ ઊડી જાય. નહીં તો લાલચ જ જોખમ ને ! ક્રિયા એ જોખમ નથી, લાલચ જોખમ છે. ' કોઈ પણ વસ્તુ ના ખપે', પછી આપણે લઈએ એ વાત જુદી છે. બાકી, આપણને લાલચ હોય નહીં. લાલચ તો નર્કે લઈ જાય અને જ્ઞાન પચવા ના દે.

પ્રશ્નકર્તા: આ 'જ્ઞાન' પછી પણ આ લાલચો બધી રહેવાની ખરી?

દાદાશ્રી: કો'કને રહે.

પ્રશ્નકર્તા: એને આ લાલચોમાંથી છૂટવું હોય તો તે શી રીતે છૂટે?

દાદાશ્રી: એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને. પોતાનાં હિતને માટે છે ને! નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે.

પ્રશ્નકર્તા: પણ એ ભય નીકળે નહીં ત્યાં સુધી પેલો લાભ થાય નહીં ને? પેલો ભય છે એને એટલે આ બાજુ નિશ્ચય ત્યાં સુધી થવા ના દે ને, એને?

દાદાશ્રી: એટલે ભયને લઈને એની લાલચ છૂટે નહીં, ને એને ભય છે કે 'આ સુખ મારું જતું રહેશે.' અરે, જતું રહેવા દેને, અહીંથી. તો જ પેલું આવશે.

Related Questions
  1. સમાચાર પત્રોમાં તમામ પ્રકારના ખરાબ સમાચાર છપાય છે, પરંતુ એવું ડરવાની જરૂર નથી કે, શું મારી સાથે આવું થઇ શકે?
  2. શું તમને ધંધામાં ખોટ જવાનો ભય સતાવે છે?
  3. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  4. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  5. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  6. ભયનું મૂળ કારણ શું છે?
  7. ભય ક્યાં સુધી રહે છે? લાલચ અને ભયમાં કોઈ સંબંધ ખરો?
  8. અપમાનનાં ભયથી કેવી રીતે મુક્ત રહી શકાય?
  9. કામકાજમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? શું શંકાશીલ હોવું એ અસફળતાનું સંભવિત કારણ છે?
  10. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  11. શંકા, વહેમ, બીક રાખવા જેવી કેમ નથી?
  12. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  13. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  14. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  15. મારી શંકા ક્યારે જશે?
  16. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
×
Share on