Related Questions

જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.

જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું વિચારતા હોય, તો તે સમયે આપણે ખૂબ જ લાચારી અનુભવીએ છીએ. ત્યારે આપણે પોતે પણ મૂંઝવણમાં હોઈએ છીએ કે, આવા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી. તે સમયે આપણે લાચારી, નિરાશા, ગુસ્સોભય, અપરાધભાવ, દુઃખ, ચિંતા અને તણાવમાંથી પસાર થઈએ છીએ. જો એવું વિચારીએ કે, અત્યારે તે વ્યક્તિની માનસિક સ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ, તો આમ કરવાથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે. તેથી જ આપણે ગભરાઈ જઈએ છીએ. ત્યારે આત્મહત્યા કરવા તરફ જતી વ્યક્તિને રોકવા માટે આપણે કઈ રીતે તેમને સહાય કરી શકીએ, એવા પ્રયત્નો કરવા જોઈએ.

આપણા પ્રિયજનને ખરી રીતે સહાય કરવા માટે, આપણા પોતાના વિચારોમાં સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે અને ત્યારે પોતાને પણ માનસિક રીતે ચિંતા ન થવી જોઈએ. આના માટે મદદરૂપ એવા સૂચનો નીચે દર્શાવ્યા છે:

  • ડિપ્રેશન અને આત્મહત્યાના લક્ષણો કેવા હોય છે તે સમજીએ, જેથી કરીને આપણે સમસ્યાનું સમાધાન સહેલાઈથી લાવી શકીએ.
  • તે વ્યક્તિ માટે આપણે કોઈ મંતવ્ય ન આપીએ, પરંતુ કરુણાભાવ રાખીએ. કારણ કે, તેમના ઈમોશન્સ તેમના કાબૂમાં હોતા નથી.
  • એવું સમજવું જોઈએ કે, અત્યારે તે વ્યક્તિ જે અનુભવે છે અને જેમાંથી પસાર થઈ રહી છે, તે બધામાંથી બહાર નીકળવામાં તે પોતે સક્ષમ નથી અને આ વ્યક્તિગત બાબત પણ નથી.
  • તે વ્યક્તિને નિષ્ણાતોની સલાહ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • તેમને ખુલ્લા દિલથી વાત કરવા માટે મનાવીએ.
  • આપણી ચિંતાઓ તે વ્યક્તિ સામે વ્યક્ત ન કરીએ, કારણ કે આમ કરવાથી તેમની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
  • આપણા ઈમોશન્સને કાબૂમાં રાખીએ; વધારે પડતી પ્રતિક્રિયા આપીએ નહીં.
  • પ્રેમ, દયા અને સમજણથી તેમને જીતવાનો પ્રયાસ કરીએ.
  • તે વ્યક્તિ સાથે ક્યારેય વિશ્વાસઘાત ના કરીએ.
  • હવાફેર એમના માટે મદદરૂપ થઈ શકે છે. હવાફેર થાય તે માટે તેમને કોઈક સ્થળે લઈ જઈએ. તેમને પાર્કમાં લઈ જઈએ, બહાર સમય વિતાવીએ, શોપિંગ માટે કે પિકનિક માટે જઈએ.
  • કુટુંબના સભ્યો સાથે સ્નેહમિલન ગોઠવીએ, જ્યાં તે દરેક લોકો સાથે સમય પસાર કરી શકે, જેથી તેમને યાદ આવે કે તેમની પાસે એવી વ્યક્તિઓ પણ છે કે જે તેમને પ્રેમ કરે છે અને તેમના પ્રત્યે કાળજી રાખે છે.
  • વ્યાયામ કરીએ, યોગા અને પ્રાણાયામ કરીએ અથવા તેમની સાથે ચાલવા જઈએ.
  • તેમની સાથે મળીને નિતનવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરીએ અથવા કોઈ ક્લબમાં જોડાઈએ, જ્યાં આપણે સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકીએ.

વધારે સમજણ મેળવવા માટે, નીચે દર્શાવ્યા પ્રમાણે પ્રયાસ કરો:

  • તેમના માટે પ્રાર્થના કરીએ કે, વર્તમાનમાં આવી પડેલી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે એમને ખૂટતી શક્તિઓ મળી રહે.
  • પ્રાર્થના દ્વારા આપણી ચિંતાઓ, અપરાધભાવ, ડર કે અન્ય કોઈ પણ ઈમોશન્સને સુધારવાનો પ્રયત્ન કરીએ અને તે વ્યક્તિને પણ પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરીએ.
  • જો શક્ય હોય તો જે ભગવાનમાં તેઓ માનતા હોય તેમનું સ્મરણ કરવા માટે તેમને કહીએ. એનાથી તેમનું મન શાંત થશે.
  • તેમને અત્યારે જે દુઃખ છે, તેના માટે જો આપણે પોતાને જવાબદાર માનતા હોઈએ, તો તેમની માફી માંગીએ.

આ સમયગાળા દરમિયાન ધ્યાન રાખીએ કે, આ ક્રિયામાં સમય લાગી શકે છે અને આપણે ધીરજ રાખવી પડશે. પ્રગતિ ધીમી થશે, પરંતુ છેવટે તો આપણને સફળતા મળશે જ! જો એવું લાગે કે આપણે પરિસ્થિતિ પર નિયંત્રણ ગુમાવી રહ્યા છીએ, તો તરત જ આત્મહત્યા નિવારણ માટે મદદરૂપ એવા નિષ્ણાતોની સહાયતા મેળવવી જોઈએ અને તેમાં વધુ મોડું કરવું જોઈએ નહીં. ટૂંકમાં, વ્યક્તિગત, વ્યાવસાયિક અથવા કોઈ પણ અન્ય રીતે તે વ્યક્તિ માટે આપણે જેટલું બની શકે, એટલું બધું જ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોઝિટિવ રહીએ અને તેમની સાથે સાથે આપણા પોતાના માટે પણ મજબૂત બનીએ.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on