Related Questions

આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?

આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે આવા વિચારો આવે ત્યારે શું કરવું? અતિશય કપરા સંજોગોમાં અથવા જ્યારે આપણને કોઈ ખરાબ સમાચાર મળ્યા હોય ત્યારે આ પ્રકારના વિચારોનું જોર વધી જાય છે. તેનાથી આપણી મનની શાંતિ પણ હણાઈ જાય છે.

આત્મહત્યાના વિચારો કોઈને પણ ગમતા નથી, પરંતુ આપણે એ વિચારોને કેવી રીતે અટકાવી શકીએ?

આ મુશ્કેલીના સમયમાં નીચે દર્શાવેલ સમજણ જરૂરથી મદદરૂપ થઈ શકે છે:

વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણને અપનાવીએ

  • એવું સમજવું જોઈએ કે, આપણને જે કંઈ પણ વિચારો આવે છે એ ગતભવના આધારે છે, તેને આપણી વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.
  • જ્યારે પણ આત્મહત્યા સંબંધી વિચારો આવે, ત્યારે એ વિચારોમાં એકાકાર ન થવું જોઈએ અને પોતાની જાતને કહેવું કે, ’હું આવા વિચારો સાથે સહમત નથી અને મારે આપઘાત કરવો નથી.’ આ પ્રકારની સમજણ ગોઠવીને આપણે આત્મહત્યા સંબંધી વિચારોનો વિરોધ કરી શકીએ છીએ.
  • આપણા નેગેટિવ વિચારોને પોઝિટિવ વિચારોમાં બદલીએ.

નીચે દર્શાવેલ ઉપયોગી ટીપ્સને અજમાવીએ:

  • આખા દિવસમાં પંદર મિનિટ માટે વોક, વાંચન અથવા જેમાંથી આપણને આનંદ મળતો હોય એવી મનગમતી પ્રવૃત્તિમાં કાર્યરત રહેવું.
  • આપણી દિનચર્યામાં ફેરફાર લાવીએ.
  • યાદ રાખો કે, કોઈપણ સંજોગો કાયમને માટે હોતા નથી.
  • આપણને જેના પર વિશ્વાસ હોય, એવી વ્યક્તિ સાથે આપણી લાગણીઓ શેર કરીએ. લાગણીઓ વ્યક્ત કરતા, આપણા પરિવારજનો અને મિત્રો પણ આપણને સહાય કરવામાં ખુશી અનુભવશે.
  • આપણા વિચારો આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે, તેનું નિરીક્ષણ કરીએ. આમ કરવાથી, આપણને તરત જ અનુભવ થશે કે નેગેટિવ વિચારોની આપણા દેહ પર કેવી અસર આવે છે!

નીચે દર્શાવેલ સંવાદ દ્વારા આત્મહત્યા અંગે આવતા વિચારો સામે કઈ સમજણ રાખવી, એ અંગે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન, મુમુક્ષુઓને ઉત્કૃષ્ટ સમજણ આપે છે, એ વિશે વધુ વાંચીએ.

પ્રશ્નકર્તા: મને (ઘણીવાર) આપઘાત કરવાના ખૂબ વિચારો આવે છે, તો શું કરું?

દાદાશ્રી: આપણે શું કરવા આપઘાત કરીએ? તને શું દુઃખ આવી પડ્યું છે તે આપઘાત કરવો છે?

પ્રશ્નકર્તા: સામાજિક ને આર્થિક બે જ દુઃખ છે.

દાદાશ્રી: આપણે આપઘાત નહીં કરવો જોઈએ. બીજું શું કરવાનું? તે આ દેહનો આપઘાત એટલે પેલો મોટો આપઘાત, અથવા પછી મનનો આપઘાત કરે. મનનો આપઘાત કરે એટલે સંસાર ઉપરથી મન ઊઠી જાય, એવું નહીં કરવું જોઈએ. એને લીધે છોકરાં ઉપરથીય મન ઊઠી જાય, બધા ઉપરથી મન ઊઠી જાય, એવું નહીં કરવું જોઈએ. આપણે નભાવી લેવું જોઈએ. આ સંસાર એટલે જેમતેમ નભાવીને કાઢવા જેવું છે. અત્યારે કળિયુગ છે, એમાં કોઈ શું કરે ત્યાં? ‘ધેર ઈઝ નો સેફસાઈડ એની વેર.’ (ક્યાંય સલામતી નથી.)

આપઘાત કરીને ઊલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે એના પછી કેટલાય અવતાર સુધી પડઘા પડ્યા કરે! અને આ જે આપઘાત કરે છે એ કંઈ નવા કરતા નથી, પાછલાં આપઘાત કરેલા તેના પડઘાથી કરે છે. આજે આપઘાત કરે છે એ તો પાછલાં કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે. એટલે પોતાની જાતે જ આપઘાત કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે, એટલે પોતાની જાતે આપઘાત કરે છે. અને આપઘાત થયા પછી અવગતિયોય થઈ જાય.

પરમ પૂજ્ય દાદા ભગવાને બતાવેલા અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, આપણે ડિપ્રેશન, આત્મહત્યાના વિચારો અને સૌથી મહત્ત્વની બાબત કે આ સંસારના બોજામાંથી કાયમી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. હકીકતમાં, આ વિજ્ઞાન થકી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ક્રિયા “જ્ઞાનવિધિ” તરીકે ઓળખાય છે.ઘણા લોકોને “જ્ઞાનવિધિ”ના પ્રયોગ દ્વારા, પોતાના ખરા સ્વરૂપનો એટલે કે આત્મસાક્ષાત્કારનો અનુભવ થયો છે. આ અનુભવ થકી એમને અત્યંત મુશ્કેલીભર્યા સંજોગોમાં પણ દુઃખોમાંથી મુક્ત રહીને આંતરિક શાંતિ વર્તાતી હોય છે.

ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈને ખૂબ જ પ્રેમ કરતા હોઈએ, ત્યારે આપણને એમની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે, જેમ કે તેમણે પણ આપણને એટલો જ પ્રેમ કરવો જોઈએ. પરંતુ, જ્યારે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, ત્યારે શું આપણને દુઃખ નહીં થાય? તેથી, સાંસારિક જીવન ઉતાર-ચડાવથી ભરેલું છે. જ્યારે પરિસ્થિતિઓ ખરાબ હશે, ત્યારે આપણે કંઈ જ કરી શકીશું નહીં.

આ વિજ્ઞાનથી, આત્મહત્યા સંબંધી વિચારોનો સામનો કરવો વધુ સહેલો થઈ જાય છે. એવું લાગશે કે, આવી વાતો ફક્ત સાંભળવામાં જ સારી લાગે, પરંતુ વાસ્તવિકતામાં આ એક ક્રિયાકારી વિજ્ઞાન છે! આ વિજ્ઞાન થકી, ઘણા લોકોએ સંસારમાં કપરા સંજોગો હોવા છતાં પણ મુક્તિનો અનુભવ કર્યો છે. આપ પણ આ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કરી શકો છો!

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
  3. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
  4. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  7. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
  9. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
  10. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  11. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  12. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
  13. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  14. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  15. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
  16. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
×
Share on