Related Questions

શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?

પોઝિટીવ 'બોલ'ની, પોઝિટીવ અસરો!

એક ભાઈ મને પૂછે કે, 'તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે?' ત્યારે મેં કહ્યું કે 'આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે.' કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.

હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. 'કાંઈ જ બગડ્યું નથી' એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.

મન છે તે વર્ષોનાં વર્ષો ગયા, પણ એક સહેજે ય નેગેટીવ થયું નથી મારે. સહેજે ય, કોઈપણ સંજોગોમાં નેગેટીવ થયું નથી. આ મન જો પોઝિટીવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટીવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટીવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટીવ અને નિશ્ચયમાં પોઝિટીવ નહીં ને નેગેટીવ ય નહીં!

Reference: Book Excerpt: વાણી વ્યવહારમાં... (Page #10 -Paragerph #3 to #5)

જગતમાં પોઝિટિવ જ સુખ આપશે

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં તો કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઇ કંઇ ઉતારી લેશે તો ? હવે આમાં તો શબ્દો ટેપ થાય એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી, મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે, 'આ નાલાયક છે.' તો તે પેલાને મહીં ટેપ થઇ ગયું! એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય, અક્ષરેય ના બોલાય. કારણ કે બધું ટેપ થઇ જાય, એવી આ મશીનરી છે! બોલવું હોય તો સારું બોલજો કે, 'સાહેબ, તમે બહુ સારા માણસ છો.' સારો ભાવ રાખજો તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઇ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

પ્રશ્નકર્તા: કડવું તો જોઇતું જ નથી.

દાદાશ્રી: કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઇ મારે તોય એને કડવું ના કહેશો. એને કહીએ કે, 'તારો ઉપકાર માનું છું.'

ભગવાને તો કહ્યું છે કે આ કાળમાં કોઇ ગાળ ભાંડી ગયો હોય તેને જાતે જમવા બોલાવજો. એટલી બધી વાઇલ્ડનેસ હશે કે એને ક્ષમા જ આપજો. જો કંઇ 'રીવેન્જ' (બદલો) લેવા ગયાને, તો પછી સંસારમાં પાછા ખેંચાયા. આ કાળમાં 'રીવેન્જ' લેવાનો ના હોય. આ દુષમ કાળમાં નરી વાઇલ્ડનેસ હોય. શું વિચાર ના આવે એ કહેવાય જ નહીં. દુનિયા પારના વિચારો હઉ આવે! આ કાળના જીવો તો બહુ અથડાવાના. આવા માણસો જોડે આપણે વેર બાંધીએ તો આપણે હઉ અથડાવું પડે. એટલે આપણે કહીએ છીએ, 'સલામ સાહેબ.' આ કાળમાં તરત માફી આપી દેવી, નહીં તો તમારે ખેંચાવું પડશે. આ જગત વેરથી ઊભું રહ્યું છે.

આ કાળમાં કોઇને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતાં આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તોય જવાબદારી ના આવે. માટે 'પોઝિટિવ' રહેજો. આ બધું પોઝિટિવ ઉપર જગત ઊભું રહ્યું છે. જગતમાં 'પોઝિટિવ' જ સુખ આપશે અને 'નેગેટિવ' બધું હશે તે દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે?

બે જ વસ્તુ છે : 'પોઝિટિવ' ને 'નેગેટિવ'. 'નેગેટિવ' રાખીએ તો કુદરત 'હેલ્પ' કોને કરે? આપણી 'ડિક્ષનરી'માં 'નેગેટિવ' ના હોવું જોઈએ.

Reference: દાદાવાણી Sep 2009 (Page #17 - Paragraph #11,  Page #18 - Paragraph #6)

Related Questions
 1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
 2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
 3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
 4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
 5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
 6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
 7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
 8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
 9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
 10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
 11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
 12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on