Related Questions

હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?

પરિણામ 'અહંકાર', પોઝિટિવ કે નેગેટિવમાં

શોર્ટકટ માં કહેવું હોય તો આરોપિત ભાવ, 'હું *ચંદુલાલ છું' એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતાં હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુઃખ મિક્ષ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર! અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા! આટલાં ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણ વાક્યો સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા!

એટલે આ ત્રણ જ વાક્યો છે;

(૧) સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર, કોઇને કિંચિત્ માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય, એવો અહંકાર એ પોઝિટિવ અહંકાર.

(૨) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર. પોતાનું સહેજ અપમાન થઇ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઇને કહી આવે કે, 'પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.' અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું? એને શું કરવા ફોજદારને પકડાવ્યો? વેર વાળવા માટે! આ નેગેટિવ અહંકાર.

(૩) મોક્ષે જવું હોય તો 'આરોપિત ભાવ'થી મુક્ત થા.

નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય. કો'કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઇ ગઇ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઇએ. કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઇ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.

આપણને લાગતું હોય કે 'આવો સાહેબ, આવો સાહેબ' કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો. 'આપ્તવાણી-૧'માં લખ્યું છે તેમ, વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઇને કહેવું કે 'તું ચોર છે' તો એ સામું કહેશે કે, 'તું ચોર છે' અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે, 'તું રાજા છે, તું રાજા છે.' તો એય બોલશે કે 'તું રાજા છે, તું રાજા છે.' એવું આ (વાવ સ્વરૂપ) જગત છે!

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. શા માટે હકારાત્મક (પોઝિટિવ) સુખ આપે છે અને નકારાત્મક (નેગેટિવ) દુઃખ આપે છે?
  2. નકારાત્મક (નેગેટિવ) અને હકારાત્મક (પોઝિટિવ) શબ્દોની અસરો સામેવાળા અને તમારી જાત પર શું થાય છે?
  3. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આપણી દ્રષ્ટિ નકારાત્મક (નેગેટિવ) સંજોગો સાથે વ્યવહાર કરવા માટે કેવી રીતે વિસ્તૃત (વિશાળ) થાય છે? અને તેની હકારાત્મક બાજુ જુએ છે?
  4. શા માટે મારી સાથે ખોટું થાય છે? હકારાત્મક (પોઝિટિવ) ઊર્જા અને નકારાત્મક (નેગેટિવ) ઊર્જા કેવી રીતે કામ કરે છે?
  5. જે નકારાત્મક (નેગેટિવ) છે તે, ધીમે ધીમે હકારાત્મક બની જાય છે. આની પાછળ કારણ શું છે?
  6. શું હકારાત્મક (પોઝિટિવ) અભિગમ ભગવાન તરફનું છે?
  7. હકારાત્મક (પોઝિટિવ) અહંકાર અને નકારાત્મક (નેગેટિવ) અહંકારના પરિણામો શું છે?
  8. નકારાત્મક (નેગેટિવ) વિચારોની મર્યાદા શું હોવી જોઈએ?
  9. નકારાત્મક (નેગેટિવ) વિચારોને હકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે દૂર કરી શકાય?
  10. શું ખુલ્લું મન હકારાત્મક (પોઝિટિવ) બનવામાં મદદ કરે છે? શું ખુલ્લું મન એ હકારાત્મક મન છે?
  11. કેવી રીતે વસ્તુઓ હકારાત્મક (પોઝિટિવ) લેવી?
  12. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, શું જીવન હકારાત્મક (પોઝિટિવ) તરફ વળે છે?
×
Share on