Related Questions

ભગવાનની ભાષા શું છે?

ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.

ચોર ચોરી કરવામાં ધર્મ માને છે ને દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. એ લોકભાષા છે, ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે 'કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે.'

ન્યાય-અન્યાય તો કુદરત જ જુએ છે. બાકી, આ જે અહીં જગતનો ન્યાય-અન્યાય, તે દુશ્મનોને, ગુનેગારોને હેલ્પ કરે. કહેશે, 'હશે બિચારો, જવા દો ને !' તે ગુનેગાર હઉ છૂટી જાય. 'એમ જ હોય' કહેશે. બાકી, કુદરતનો એ ન્યાય એ તો છૂટકો જ નહીં. એમાં કોઈનું ના ચાલે !

×
Share on