બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે, એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે, માલ લઈ ગયા છે ને ?' એ 'શા બદલ' પૂછયું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઊઘરાણી કર્યા કરવી. કહેવું, 'અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે.' ને પાછાં આવી જવું. પણ 'શા બદલ ના આપે એ ?' કહ્યું એટલે પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી. 'જે બન્યું એ ન્યાય' કહીએ એટલે બુદ્ધિ જતી રહે.
મહીં એવી શ્રદ્ધા રાખવાની કે જે બને છે એ ન્યાય. છતાંય વ્યવહારમાં આપણે પૈસાની ઊઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ બગડે નહીં. એનાં પર ચીઢિયા ના ખાય અને આપણને અકળામણેય થાય નહીં. જાણે નાટક કરતાં હોય ને એમ ત્યાં બેસીએ. કહીએ, 'હું તો ચાર વખત આવ્યો પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો, પણ આપણે ભેગાં થયાં' કહીએ. એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઊઘરાણી કરીએ. અને 'તમે લહેરમાં છો ને, હું તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, 'તમને શું મુશ્કેલી છે ?' ત્યારે કહીએ, 'મારી મુશ્કેલી તો હું જ જાણું. પૈસા ના હોય તો કોઈકની પાસેથી મને અપાવડાવો.' આમતેમ વાત કરીને કામ કાઢવું. લોકો અહંકારી છે તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએ ને, તો બધું કરી આપે. 'પાંચ-દસ હજાર અપાવડાવો' કહીએ. તોય 'હા, અપાવડાવું છું.' કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવા જોઈએ. સો ધક્કા ખાય છતાં ના આપ્યું તો કંઈ નહીં. 'બન્યું તે જ ન્યાય' કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઊઘરાણી હશે ?
A. બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક... Read More
Q. શા માટે કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે?
A. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોરલોકો શું કરવા આવ્યા હશે ? આ બધા ગજવા કાપનારાની શી જરૂર છે ? ભગવાને... Read More
Q. શા માટે લોકો આપણને દુઃખ આપે છે?
A. ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ... Read More
A. ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપેય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે.... Read More
A. આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ ન્યાય. આણે તમાચા માર્યા તો મારી ઉપર અન્યાય કર્યો એવું... Read More
Q. વારસાઈ મિલકત અને વસિયતનાં પ્રશ્નો કેવી રીતે ઉકેલવા?
A. એક ભાઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભાઈઓની જમીન છે, તે પેલા મોટા ભાઈની પાસે હાથમાં આવે. હવે મોટો ભાઈ... Read More
Q. બુદ્ધિથી કેવી રીતે છૂટી શકાય?
A. પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે. દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો... Read More
Q. મારા જીવનમાં બનતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે?
A. આ બધું પ્રોજેક્શન તમારું જ છે. લોકોને શા માટે દોષ દેવો ? પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે... Read More
Q. કુદરતનાં ન્યાયનું સ્વરૂપ શું છે?
A. જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી,... Read More
subscribe your email for our latest news and events