કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી, એટલે આપણે ચિંતા કરીએ છીએ. પણ જો આપણને જાણ હોય કે ચિંતાથી અંતરાય (વિઘ્ન) પડે છે અને કામમાં વિલંબ થાય છે, તો શું આપણને ચિંતા કરવી પોષાય? ચિંતા કરવી એ કોઈ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તેની આધ્યાત્મિક પ્રગતિ માટે પણ નુકસાનકારક છે. તેનાથી જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડે છે અને તે પરિસ્થિતિને વધુ બગાડે છે. આમ, આપણે ચિંતા અને તણાવ કરવાનું બંધ કરવું જોઈએ. ચાલો, તણાવ અને ચિંતા કરવાથી થતી અસરો પર એક નજર કરીએ:
ચિંતા કરતી વખતે જે કામ કરતા હોઈએ, તેમાં મન હાજર નથી રહેતું. સર્જરી કરતી વખતે જો ડોક્ટરનું ધ્યાન બીજે જતું રહે તો દર્દીનું શું થાય? એ જ રીતે, જમતી વખતે અંદર બહુ બધી ક્રિયાઓ ચાલતી હોય છે. જમતી વખતે જમવામાં ધ્યાન ન રાખીએ તો રક્તવાહિનીઓ સખત થઈ જાય છે, જેના પરિણામે હાઈ બ્લડપ્રેશર અને હાર્ટએટેક આવે છે.
જ્યારે તમે ચિંતા કરો છો, ત્યારે મગજ રક્તવાહિનીઓમાં સ્ટ્રેસના (તણાવ) હોર્મોન્સ છોડે છે; જેથી સ્નાયુઓ તણાવયુક્ત થાય છે અને આના પરિણામે પીઠનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કંપન વગેરે થાય છે. તણાવ પાચનતંત્રની રક્ષણાત્મક દિવાલને પાતળી કરે છે, જેનાથી જઠરને લગતા રોગો થાય છે.
અન્ય શારીરિક અસરો, જે ચિંતા ન કરવાનો નિશ્ચય દ્રઢ બનાવે છે:
શું આ તમને ચિંતા કરવાનું બંધ કરવા પ્રેરે છે?

શું ચિંતા બંધ કરવાના દ્રઢ નિશ્ચય માટે આ પૂરતું નથી?
જે ક્ષણે આપણો જન્મ થાય છે ત્યારથી મૃત્યુ સુધીના સમયમાં, દરેક વસ્તુ ડિસ્ચાર્જ થઈ રહી છે. મનુષ્ય તરીકેનું તમારું અત્યારનું અસ્તિત્વ ડિસ્ચાર્જ છે. તમે પાછલા અવતારમાં મનુષ્ય જન્મ ચાર્જ કરેલો હતો, તે અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ભગવાનને ડિસ્ચાર્જીંગમાં કોઈ વાંધો નથી, પણ ડિસ્ચાર્જીંગ વખતે તમારું ધ્યાન જ્યાં વર્તતું હોય તે મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, તમે તમારો ધંધો ચલાવો છો ત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. તમે આ ધંધો શરૂ કર્યો, એ આ રીતે ધંધો કરવાના ચાર્જ કરેલા કર્મોનું પરિણામ છે. જે દિવસે તમે ધંધો શરૂ કર્યો ત્યારથી જ તેનું ડિસ્ચાર્જ શરૂ થઈ ગયું છે, પરંતુ તમે તેમાં તન્મયાકાર થઈ જાઓ છો, જેનાથી નવી ચાર્જિંગ પ્રક્રિયા ફરીથી શરૂ થઈ જાય છે.
Q. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
A. ખરેખર, ચિંતા કરવાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ માતા-પિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
A. પ્રશ્નકર્તા: ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી: ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. "લોકો મારા વિશે શું વિચારશે?" – આ ચિંતા અને ડરથી કઈ રીતે છૂટવું?
A. “લોકો મારા વિશે શું વિચારશે?” એ આજકાલ બહુ સામાન્ય વસ્તુ છે. મોટેભાગે જોવા જઈએ તો લોકોને પડી જ નથી... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં બધું જ ગુમાવવાનો ભય આપણને અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય,... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ અને અસહાયતા અનુભવો, ત્યારે તમારા જીવનને... Read More
subscribe your email for our latest news and events
