Related Questions

ક્રોધ એ ખરેખર શું છે? ક્રોધ એ શા માટે જોખમ છે?

ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું નામ ક્રોધ. એટલે પહેલાં પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે. 

મોટા મોટા ઘાસના પૂળા કોઈના ખેતરમાં બધા ભેગા કર્યા હોય, પણ એક જ દીવાસળી નાખવાથી શું થાય ?

પ્રશ્નકર્તા : બળી જાય.

દાદાશ્રી : એવું એક ફેરો ક્રોધ કરવાથી આખું છે તે, બે વર્ષમાં કમાયો હોય તે ધૂળધાણી કરી નાખે. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. એને પોતાને ખબર ના પડે કે મેં ધૂળધાણી કરી નાખ્યું. કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય, અંદર બધું ખલાસ થઈ જાય, આવતા ભવની બધી તૈયારી હોય ને, તેમાં થોડું વપરાય જાય. અને પછી બહુ વપરાઈ જાય તો શું થાય ? અહીં મનુષ્ય હતો, ત્યારે રોટલી ખાતો'તો, પાછો ત્યાં રાડાં(ઘાસ) ખાવા (જાનવરમાં) જવું પડે. આ રોટલીમાંથી રાડાં ખાવા જવું પડે, એ સારું કહેવાય ?

વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં. ક્રોધના બે ભાગ, એક કઢાપા રૂપે અને બીજો અજંપા રૂપે. જે લોકો ક્રોધને જીતે છે તે કઢાપા રૂપે જીતે છે. આમાં એવું હોય છે કે એકને દબાવે તો બીજો વધે અને કહે કે મેં ક્રોધને જીત્યો એટલે પાછું માન વધે. ખરી રીતે ક્રોધ સંપૂર્ણ રીતે નથી જીતાતો. દ્રશ્ય (દેખાય તેવા) ક્રોધને જીત્યો કહેવાય.

×
Share on