Related Questions

આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?

પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ એમ?

દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યુ તો એક જ મુશ્કેલી આવે, પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાની મુશ્કેલીઓમાંથી તો છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ તો ભગવાનનું મોટું 'લાયસન્સ' છે, એનું કોઇ નામ ના દે. તમને એ 'લાયસન્સ' ફાડી નાખવાનો વિચાર થાય છે ? 

... નફા-ખોટે, હર્ષ-શોક શો ? 

ધંધામાં મન બગડે તો ય નફો 66,616 થશે ને મન ના બગડે તો ય નફો 66,616 રહેશે, તો કયો ધંધો કરવો ? 

અમારે મોટા ધંધા ચાલે, પણ ધંધાનો કાગળ 'અમારી' ઉપર ના આવે. કારણ કે ધંધાનો નફો ધંધા ખાતે અને ધંધાની ખોટ પણ ધંધા ખાતે જ અમે નાખીએ. ઘરમાં તો હું નોકરી કરતો હોઊં ને જે પગાર મળે તેટલા જ પૈસા પેસવા દેવાના. બાકીનો નફો તે ધંધાનો ને ખોટ તે ય ધંધા ખાતે. 

નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થયા એટલે હાશ કર્યું ને, તો જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી. કારણ કે 'ટેમ્પરરી' છે. 

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.
  14. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on