અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો17 ફેબ્રુઆરી |
16 ફેબ્રુઆરી | to | 17 ફેબ્રુઆરી |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઘરાકીના પણ નિયમ છે !
પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરાબર છે ને ?
દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઇમ ખોલવી. લોકો સાત વાગ્યે ખોલતા હોય ને આપણે સાડા નવ વાગ્યે ખોલીએ તે ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સૂઇ જાય ત્યારે તમે ય સૂઇ જાઓ. રાતે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરે એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધે છે.
પ્રશ્નકર્તા : દાદા, હમણાં દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું ?
દાદાશ્રી : આ 'ઇલેક્ટ્રિસિટી' જાય એટલે તમે 'ઇલેક્ટ્રિસિટી ક્યારે આવે, ક્યારે આવે', એમ કરો તો જલદી આવે ? ત્યાં તમે શું કરો છો?
પ્રશ્નકર્તા : એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઇએ.
દાદાશ્રી : સો વાર ફોન ના કરો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ લાઇટ ગઇ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને ?
પ્રશ્નકર્તા : એટલે આપણે નિઃસ્પૃહ થવું ?
દાદાશ્રી : નિઃસ્પૃહ થવું એ ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. લાઇટ આવે તો સારું એટલું આપણે રાખવું, સસ્પૃહ-નિઃસ્પૃહ રહેવાનું કહ્યું છે. ઘરાક આવે તો સારું એટલું રાખવું, પછી ઉધામા ના નાખવા. 'રેગ્યુલારિટી' અને ભાવ ના બગાડવો, એ 'રિલેટિવ' પુરુષાર્થ છે. ઘરાક ના આવે તો અકળાવું નહીં ને એક દહાડો ઘરાકનાં ઝોલેઝોલાં આવે ત્યારે બધાંને સંતોષ આપવો. આ તો એક દહાડો ઘરાક ના આવે તો નોકરોને શેઠ ટૈડકાય ટૈડકાય કરે ! તે આપણે તેની જગ્યાએ હોઇએ તો શું થાય ? એ બિચારો નોકરી કરવા આવે ને તમે તેને ટૈડકાવો, તો એ વેર બાંધીને સહન કરી લે. નોકરને ટૈડકાવવું નહીં, એ ય માણસજાત છે. એને ઘેર બિચારાને દુઃખ ને અહીં તમે શેઠ થઇને ટૈડકાવો તે એ બિચારો ક્યાં જાય ! બિચારા ઉપર જરાક દયાભાવ તો રાખો ને !
આ તો ઘરાક આવે તો શાંતિથી પ્રેમથી તેને માલ આપવાનો. ઘરાક ના હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું. આ તો ઘરાક ના હોય ત્યારે આમ જુએ ને તેમ જુએ. મહીં અકળાયા કરે, 'આજે ખર્ચો માથે પડશે. આટલી નુકસાની ગઇ' એ ચક્કર ચલાવે, ચિડાય અને નોકરને ટૈડકાવે ય ખરો. આમ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કર્યા કરે ! ઘરાક આવે છે તે ય 'વ્યવસ્થિત'ના હિસાબથી જે ઘરાક આવવાનો હોય એ જ આવે છે, એમાં મહીં ચક્કર ના ચલાવીશ. દુકાનમાં ઘરાક આવે તો પૈસાની આપ-લે કરવાની, પણ કષાય નહીં વાપરવાના, પટાવીને કામ કરવાનું. આ પથ્થર નીચે હાથ આવી જાય તો હથોડો મારો ? ના, ત્યાં તો દબાઇ જાય તો પટાવીને કાઢી લેવાના. એમાં કષાય વાપરે તો વેર બંધાય ને એક વેરમાંથી અનંત ઊભાં થાય. આ વેરથી જ જગત ઊભું છે, એ જ મૂળ કારણ છે.
Book Name: ક્લેશ વિનાનું જીવન (Page #124 - Paragraph #5, #6, Entire Page #125, Page #126 - Paragraph #1)
subscribe your email for our latest news and events