અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?
દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે 'ક્યા હોતા હૈ?' સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી ક્કળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે.
પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?
દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને 'સમભાવે નિકાલ' કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, 'ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.'
પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?
દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.
Book Name : વાણી, વ્યવહારમાં... (Page #57 Last #2 Paragraphs and Page #58 Paragraph #1,#2,#3,#4)
Q. વ્યવ્હારમાં શબ્દોની અસર શું થાય છે?
A. પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે. બધી શબ્દથી લઢાઈઓ...Read More
Q. કડવા શબ્દો બોલવાનું કેવીરીતે ટાળવું?
A. મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. અને બીબી ય...Read More
Q. ઘરમાં દલીલ કરવાનું કેવીરીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ? દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ...Read More
Q. બાળકો સાથે કેવી રીતે વર્તવું?
A. પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે ! દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો ? આપણે મોટાં હોય તો...Read More
Q. બાળકો ને કેવી રીતે સંભાળવા? બાળકો શા માટે દલીલ કરે છે?
A. પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ? દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી...Read More
Q. જ્યારે કોઈ વ્યકિત જુઠ્ઠું બોલે તો ત્યારે આપણે તેને કંઈ જ ના કહેવું?
A. પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ? દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, 'આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.'...Read More
Q. મારી ધંધા/ કામકાજ ની જગ્યા પર કડવા શબ્દો બોલવાનું કેવીરીતે ટાળવું?
A. પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ? દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો...Read More
Q. અપમાનનો સામનો કેવીરીતે કરવો?
A. પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ? દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે ? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ...Read More
Q. મતભેદ રહિત સંબંધો કેવીરીતે પ્રાપ્ત થાય?
A. દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત...Read More
subscribe your email for our latest news and events