Related Questions

મનુષ્યજીવનનું મહાત્મ્ય.

મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં જેવી કે દેવ, તિર્યંચ કે નર્કમાં જઈને આવી પાછો મનુષ્યદેહ મળે. અને ભટકામણનો અંત પણ મનુષ્યદેહમાંથી જ મળે છે. આ મનુષ્યદેહ જો સાર્થક કરતાં આવડે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે અને ન આવડે તો ભટકવાનું સાધન વધારી આપે તેમ પણ છે ! બીજી ગતિમાં કેવળ છૂટે છે. આમાં બન્નેય છે, છૂટે છે ને સાથે સાથે બંધાય પણ છે. માટે દુર્લભ મનુષ્યદેહ પ્રાપ્ત થયો તો તેનાથી કામ કાઢી લો. અનંત અવતાર આત્માએ દેહ માટે ગાળ્યા. એક અવતાર જો દેહને આત્મા માટે ગાળે તો કામ જ થઈ જાય !

મનુષ્યદેહે જ જો જ્ઞાનીપુરુષ મળે તો મોક્ષ ઉપાય થાય. દેવલોકો પણ મનુષ્યદેહ  માટે તલસે છે. જ્ઞાનીપુરુષનો ભેટો થયે, સાંધો મળ્યે અનંત અવતાર સુધી શત્રુ સમાન થયેલો દેહ પરમ મિત્ર બની જાય છે ! માટે આ દેહે

તમને જ્ઞાનીપુરુષ મળ્યા છે તો પૂરેપૂરું કામ કાઢી લો. આખોય સાંધો મેળવી તડીપાર ઊતરી જાવ. 

×
Share on