Related Questions

શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું?

એડજસ્ટ થતા શીખવું તે શાંતિપૂર્ણ જીવન જીવવાની સૌ પ્રથમ જરૂરિયાત છે. પરમ પૂજ્ય દાદા ભગવાને દર્શાવ્યા મુજબ, બીજાને અનુકૂળ થતા આવડે એને કોઈ દુઃખ જ ન હોય. પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે, 'એડજસ્ટ એવરીવ્હેર' આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું, તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલું છ મહિના પાછલા રિએક્શન આવશે. શરૂઆત મોડી કરી તે બદલના. માટે 'એડજસ્ટ એવરીવ્હેર'! 

adjust

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, "દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય, એ જ મોટામાં મોટો ધર્મ.” જ્યારે જુદા જુદા પ્રકારના વ્યક્તિત્વ, લક્ષણો અને વલણો ધરાવતી વ્યક્તિઓ હોય છે અને જો આપણે બધાને આપણી ઈચ્છા પ્રમાણે ચલાવવા જઈએ તો ત્યારે આપણે શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકીએ? ત્યારે ખરેખર તો એડજસ્ટ થવું ડહાપણ ભર્યું છે અને આવું કરવાથી આપણે આપણા મનની શાંતિ જાળવી શકીશું.

તમારી જાતને આ પરિસ્થિતિમાં મૂકીને જુઓ, તમે શું કરો છો? અને શા માટે?

  • તમારા બોસ જ્યારે તમારું અપમાન કરીને ઊંચા અવાજે બોલે છે, ત્યારે તમે કેમ જોબ મૂકી નથી દેતા?
    કારણ કે, તમને પગાર મળે છે, જે તમને તમારું ઘર ચલાવવામાં મદદરૂપ થાય છે. 
  • તમે રસ્તા પર જ્યારે બમ્પ પાસે પહોંચો છો ત્યારે ગાડી કેમ ધીમી પાડી દો છો?
    કારણ કે, ગાડીને નુકસાન ન થાય અને તમને ઈજા ના થાય તે માટે.
  • જ્યારે ઘરની બહાર ગયા હોય ત્યારે શા માટે તમે જુદા જુદા શાવર્સ, પલંગ, ઓશીકા, દરવાજાના હેન્ડલ, નળ અને સ્વીચોને એડજસ્ટ થાવ છો?
    કારણ કે, તમારે પાસે ત્યારે કોઈ ચોઈસ નથી અને તમે ત્યાં માત્ર થોડા સમય માટે જ છો.
  • તમે શિયાળમાં જેકેટ શા માટે પહેરો છો?
     કારણ કે, તમે બહાર ગરમી વધારી શકતા નથી, તમારી પાસે કોઈ ચોઈસ નથી.
  • ગંધ આવતી હોય તેવા વિસ્તારમાંથી પસાર થતી વખતે તમે તમારા નાકને શા માટે ઢાંકી દો છો?
    કારણ કે, તમને ખરાબ હવાની ગંધ ના આવે એટલા માટે.
  • તમે તમારા કપડાં હવામાન પ્રમાણે શા માટે બદલો છો?
    કારણ કે, તમે જાણો છો કે તમે હવામાન તો બદલી શકો તેમ નથી, તેના પર તમારો કંટ્રોલ નથી.
  • તમે શા માટે શેરીમાં આવેલા ખાડામાં ચાલવાનું ટાળો છો?
    કારણ કે, ત્યાં પડી જવાની અને વાગી જવાની શક્યતાઓ છે.

ઉપરની બધી જ ઘટનાઓમાં જે પરિસ્થિતિ છે, તેમાં આપણે જાણીને એડજસ્ટ થઈએ છીએ, કારણ કે, આપણને સંપૂર્ણ રીતે ખબર છે કે જો આપણે નહીં થઈએ તો શું થશે. એવી જ રીતે, જીવનમાં આપણે જાણીને જો આપણી આજુબાજુના વ્યક્તિઓ અને સંયોગોને એડજસ્ટ થઈએ, તો અનાવશ્યક મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. આ આપણને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે સમર્થ બનાવે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં, “સામો 'ડિસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતા આવડે, એને કોઈ દુઃખ જ ન હોય.”

જ્યારે તમે એડજસ્ટ થવામાં નિષ્ફળ જાવ છો, ત્યારે બંને તરફનું નુકસાન જાય છે. તમને અને સામી વ્યક્તિ બંનેને દુઃખ થાય છે. તો નુકસાનને ટાળો અને શીખો જીવનમાં કેવી રીતે એડજસ્ટ થવું.

×
Share on