અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો21 માર્ચ |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતાં કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો.
દાદાશ્રી : સમાજ સેવકને આપણે પૂછીએ કે તમે કોણ છો ? ત્યારે કહે, હું સમાજસેવક છું. શું કહે ? એ જ કહેને કે બીજું કશું કહે છે ?
પ્રશ્નકર્તા : એ જ કહે !
દાદાશ્રી : એટલે જે 'હું સમાજસેવક છું' બોલવું એ ઈગોઈઝમ છે અને આ ભાઈને કહું કે 'તમે કોણ છો ?' ત્યારે કહે, 'બહાર ઓળખવા માટે ચંદુભાઈ ને ખરેખર હું તો શુદ્ધાત્મા છું.' તો એ ઈગોઈઝમ વગર છે, વિધાઉટ ઈગોઈઝમ.
સમાજસેવકનો ઈગો સારા કાર્ય માટે છે, પણ ઈગો છે. ખરાબ કાર્ય માટે ઈગો હોય ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે. સારા કાર્ય માટે ઈગો હોય તો દેવ કહેવાય. ઈગો એટલે ઈગો. ઈગો એટલે ભટક ભટક કરવાનું અને ઈગો ખલાસ થઈ ગયો. એટલે અહીં જ મોક્ષ થઈ જાય.
પ્રશ્નકર્તા : દરેક જીવે શું કરવું જોઈએ, એનો ધર્મ શું ?
દાદાશ્રી : જે કરી રહ્યો છે એ એનો જ ધર્મ છે. પણ આપણે કહીએ છીએ કે મારો ધર્મ એટલું જ. જે આપણે ઈગોઈઝમ કરીએ છીએ, કે મેં કર્યું આ. એટલે આપણે હવે શું કરવુ જોઈએ કે 'હું કોણ છું' એટલું જાણવું, એને માટે પ્રયત્ન કરવો, તો બધા પઝલ સોલ્વ થઈ જાય. પછી પઝલ ઊભું થાય નહીં અને પઝલ ઊભું ના થાય એટલે સ્વતંત્ર થવા માંડ્યું.
Q. જીવનમાં સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય?
A. પ્રશ્નકર્તા : જીવન સાત્ત્વિક અને સરળ બનાવવા માટે ઉપાયો કયા ? દાદાશ્રી : તે લોકોને તારી પાસે હોય એટલું ઓબ્લાઈઝિંગ નેચર કરીને આપ આપ કર્યા કર. એમ ને એમ જીવન...Read More
A. આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો ? પ્રશ્નકર્તા : તકલીફ...Read More
A. પ્રશ્નકર્તા: હું જાણવા માંગતો હતો કે, આપણે શા માટે લોકોની સેવા કે મદદ કરવી જોઈએ? આ બાબતે આપ મને સલાહ આપો. દાદાશ્રી: અને આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને...Read More
A. પ્રશ્નકર્તા : લોક સેવા કરતાં કરતાં એમાં ભગવાનના દર્શન કરીને સેવા કરી હોય તો બરાબર ફળ આપે ને ? દાદાશ્રી : ભગવાનના દર્શન કર્યા હોય તો લોકસેવામાં પછી પડે...Read More
Q. પરોપકાર સરખો: સારા કે ખરાબ લોકો માટે
A. પ્રશ્નકર્તા : દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી : ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો હિસાબ હશે તે ચૂકતે થાય છે. પણ તમે અત્યારે ઠારો તો એનું ફળ...Read More
Q. લોકોને મદદ કરવાનો સો ટકા ભાવ રાખો.
A. આ કોઈ ઝાડ પોતાનાં ફળો પોતે ખાય છે ? ના. એટલે આ ઝાડો મનુષ્યને ઉપદેશ આપે છે કે તમે તમારાં ફળ બીજાને આપો. તમને કુદરત આપશે. લીમડો કડવો લાગે ખરો, પણ લોકો વાવે...Read More
Q. સેવા મા-બાપની કરવી કે ભગવાનની કરવી?
A. પ્રશ્નકર્તા: હું સમજવા માંગુ છું કે, શું વધારે મહત્વનું છે, ભગવાનની સેવા કે મા-બાપની સેવા? દાદાશ્રી: મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય...Read More
Q. મા-બાપની સેવા શા માટે કરવી?
A. પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારાં ના હોય તો સેવા છોડી દેવી...Read More
A. પ્રશ્નકર્તા: 'પોતાની સેવાથી' આપનો કહેવાનો આશય શું છે? શું આપ એ મને સમજાવશો? દાદાશ્રી: બે પ્રકારના ધર્મ, ત્રીજા પ્રકારનો કોઈ ધર્મ હોતો નથી. જે ધર્મમાં...Read More
subscribe your email for our latest news and events