જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ કાર્ય કરીએ છીએ. એનો અર્થ એ થાય કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે જાણ્યે-અજાણ્યે તેની પાછળ એક હેતુ નક્કી કરીએ છીએ.
પરંતુ, જીવન જીવવા માટે શું?
શું આપણા જીવનનો કોઈ હેતુ છે? કે પછી આપણે અજાણપણે વહેણમાં જે આવે છે તેની સાથે તણાઈએ છીએ?
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ વહેણ આપણને ક્યાં લઈ જશે?
શું તે અંતિમ મુકામ તમારા માટે હિતકારી છે?
જો આ વહેણ ખોટી દિશામાં જઈ રહ્યું હોય, તો તમે ક્યારેય સલામતી માટે એ વહેણની વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયત્ન કર્યો છે?
પરંતુ, એ કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે તમારી સલામતી ક્યાં છે અને તમે અહીયાં શું કામ છો...
એના માટે ચાલો આપણે સમજીએ કે, “મનુષ્યજીવનનો ધ્યેય શું હોવું જોઈએ?”
મનુષ્ય તરીકે જન્મ લઈને, બે પ્રકારના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ એ કે, આપણે જીવન એવી રીતે જીવવું કે કોઈ પણ જીવને કિંચિતમાત્ર દુઃખ ના થાય. તમારે તમારો સમય એવા સારા વ્યક્તિઓની સંગતમાં પસાર કરવો કે જેઓ સજ્જન તથા આત્માને જાણવામાં ઉત્સુક હોય અને કુસંગથી શક્ય હોય તેટલું દૂર રહેવું જોઈએ. આવો આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ.
અને બીજો ધ્યેય, જન્મોજન્મના બંધનમાંથી મુક્ત થવા માટેનો હોવો જોઈએ. આ મનુષ્યજીવન કર્મબંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ માટે છે. આ ધ્યેય આત્મજ્ઞાન દ્વારા માત્ર ‘કેવળ’, સંપૂર્ણ પ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો એમની પાસેથી આત્મજ્ઞાન મેળવી તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારા પ્રત્યેક ધ્યેય પૂર્ણ થશે, બધા ‘પઝલ’ ‘સોલ્વ’ થઈ અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
પ્રશ્નકર્તા: કયો ધ્યેય હોવો જોઈએ માણસનો?
દાદાશ્રી: મોક્ષે જવાનો જ! એ જ ધ્યેય હોવો જોઈએ. તમારેય મોક્ષે જ જવું છે ને? ક્યાં સુધી ભટકવું? અનંત અવતારથી ભટક ભટક.... કંઈ ભટકવામાં બાકી જ નથી રાખ્યું ને! જાનવરગતિમાં, મનુષ્યગતિમાં, દેવગતિમાં, બધે ભટક ભટક ભટક જ કર્યું છે. શાથી ભટકવાનું થયું? કારણ કે, 'હું કોણ છું' તે જ ના જાણ્યું. પોતાના સ્વરૂપને જ જાણ્યું નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. 'પોતે કોણ છે' એ ના જાણવું જોઈએ? આટલું બધું ફર્યા તોય ના જાણ્યું તમે? એકલા પૈસા કમાવા પાછળ પડ્યા છો? મોક્ષનુંય થોડુંઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ?
પ્રશ્નકર્તા: કરવું જોઈએ.
દાદાશ્રી: એટલે સ્વતંત્ર થવાની જરૂર છે ને? આમ પરવશ ક્યાં સુધી રહેવું?
પ્રશ્નકર્તા: સ્વતંત્ર થવાની જરૂર નથી, પણ સ્વતંત્ર થવાની સમજની જરૂર છે એવું હું માનું છું.
પ્રશ્નકર્તા: હા, એ સમજની જ જરૂર છે. એ સમજ આપણે જાણીએ એટલે બહુ થઈ ગયું. ભલે સ્વતંત્ર ના થવાય, સ્વતંત્ર થવાય કે ના થવાય એ પછીની વાત છે. તો પણ સમજની જરૂર ખરી ને? પહેલા સમજ હાથમાં આવી ગઈ એટલે બહુ થઈ ગયું.
સંદર્ભ: પુસ્તક: હું કોણ છું? (પાના નં #21 અને પાના નં #22)
તમે વર્તમાન જ્ઞાની પુરુષ પૂજ્ય દીપકભાઈને મળી શકો છો અને તમારા બધા જ આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ મેળવી શકો છો. પછી તમે નક્કી કરી શકશો કે તમારા જીવનનો હેતુ શું હોવો જોઈએ.
Q. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
A. તમને સુખ ગમે કે દુઃખ? સુખ, બરાબર ને? શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે, જો સુખ અનુભવ્યા પછી,... Read More
Q. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને!
A. 'પોતે કોણ છે?' એના પર જો કોઈને શંકા પડતી નથી ને! એ શંકા જ પડતી નથી ને, પહેલી! ઊલટા, એને જ સજ્જડ કરે... Read More
A. અનંતકાળથી, પોતે દેહરૂપે જ રહ્યો છે અને તેને જ પોતાનો માન્યો છે. તેથી જ આ દેહને જે કંઈ પણ થાય છે,... Read More
Q. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
A. આપણે કહીશું, ‘હું ચંદુલાલ છું.’ આપણે એમ પણ કહીએ છીએ કે, ‘મારું નામ ચંદુલાલ છે.’ તો આડકતરી રીતે,... Read More
Q. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
A. આત્મજ્ઞાન એટલે જ્યારે તમને ‘હું કોણ છું?’ એ પ્રશ્નનો જવાબ મળે છે. ત્યારે તમને અનુભવ થશે કે તમે... Read More
Q. આત્મજ્ઞાનનું મહત્ત્વ શું છે? તે કેવી રીતે હિતકારી છે?
A. અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહીં પરંતુ, સંસાર વ્યવહાર... Read More
Q. શું પરિણીત લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે?
A. તમે સાંભળ્યું હશે કે મોક્ષપ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પૂરી કરવા અને આત્મમુક્તિના પંથ પર પ્રગતિ... Read More
Q. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
A. પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારું દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે... Read More
Q. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્ત્વપૂર્ણ તબક્કા આવે છે?
A. જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે? ના... Read More
subscribe your email for our latest news and events