આનેય કહેવાય અહંકાર!
'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થઉં એ બીજો અહંકાર. પછી આ બઈનો ધણી થાઉં એ ત્રીજો અહંકાર, હું આટલા વર્ષનો છું એ ચોથો અહંકાર, હું શરીરે ફેટ છું એ પાંચમો અહંકાર, હું કાળો છું એ છઠ્ઠો અહંકાર, હું આનો દાદો થઉં એ સાતમો અહંકાર અને હું આનો મામો થઉં એ આઠમો અહંકાર, આનો ફૂવો થઉં, એ બધા કેટલાક અહંકાર હશે? એટલે આરોપિત ભાવ એનું નામ અહંકાર અને મૌલિકભાવ એનું નામ નિરઅહંકાર. 'હું ગરીબ છું' એમ કહે ને તે એનું શું કહેવાય?
પ્રશ્નકર્તા: અહંકાર.
દાદાશ્રી: પછી 'હું માંદો છું' એનું નામ અહંકાર, 'હું સાજો છું' એનું નામ અહંકાર, 'હું ડૉક્ટર છું' એનું નામ અહંકાર. પછી કહેશે, 'અમે શાહ', ઓહોહો! ક્યારેય ચોરી ન કરી હોય એવા શાહ, શાહ કેવા હોય? ચોપડાની ચોરી જ નહીં, પણ કોઈ જાતની ચોરી જ નહીં, એનું નામ શાહ! એવું આ જગત છે. આ બધો ઈગોઈઝમ છે, અહંકાર છે. આ લક્ષણ આત્માનું નથી. આ જગત બધું અહંકાર ઉપર તો ઊભું રહ્યું છે. આવું તે ક્યાં સુધી ઊભું રહે છે? 'હું કોણ છું' ભાન નથી થયું ત્યાં સુધી ઊભું રહે છે.
અને લોકો પહેલેથી જ, એય ચંદુલાલ શેઠનો છોકરો છે આ તો, ચંદુલાલ શેઠનો છોકરો એટલે છોકરો પણ મલકાયા કરે આમ. પછી થાય ફસામણ! આ જગત તો ઉછેરતી વખતે એવા ખાડામાં નાખે છે ને તે ફરી નીકળી જ ના શકે. એટલે આ જગત આવું ને આવું જ રહેવાનું. કાયમને માટે આવું રહેવાનું છે, તેમાંય મોક્ષે જયા કરશે નિયમથી જ.
* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
1. પોતાના સ્વરૂપમાં 'હું છું' બોલ્યા એ અહંકાર નથી. પણ જ્યાં 'હું' પરક્ષેત્રે બોલાય એ અહંકાર છે. અજ્ઞાનતા જ નડે છે.
2. અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી.
Book Name: આપ્તવાણી 10 (U) (Page# 350 and Page #351)
Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બંને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બંને અહંકારી જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચે કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે?
A. અનેક પ્રકારે ભોગવટા! આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે, તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events
