Related Questions

નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?

પ્રશ્નકર્તા: આપ્તસૂત્રમાં છે ને કે 'તમે જો પ્રતિક્રમણ કરો, તો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસકભાવ ભૂલી જાય,' તો એ શું છે ?

દાદાશ્રી: હા, વાઘ ભૂલી જાય એટલે આપણે અહીં આગળ ભય છૂટી જાય.

પ્રશ્નકર્તા: આપણો ભય છૂટી જાય. એ બરોબર, પણ પેલા આત્માને કંઈ થાય કે નહીં ?

દાદાશ્રી: કશું ના થાય. આપણો ભય છૂટે કે એ છૂટી ગયું.

પ્રશ્નકર્તા: પણ એનો હિંસકભાવ જાય છે એમ આપે કહ્યું ને ?

દાદાશ્રી: એ હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા: એ કેવી રીતે જાય ?

દાદાશ્રી: આપણો ભય છૂટી ગયો કે હિંસકભાવ જતો રહે.

પ્રશ્નકર્તા: તો એનો અર્થ એ થયો ને, કે એનાં આત્માને અસર થઈ.

દાદાશ્રી: આત્માને અસર, સીધી આત્માને અસર તો હોય છે. આત્માને તો અસર હોય છે જ. અસર પહોંચે બધી !

જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ, તો વાઘે ય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે. અને વાઘ શુદ્ધાત્મા છે એવું ધ્યાન રહે, તો એ શુદ્ધાત્મા જ છે, ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે.

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on