Related Questions

જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?

પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ?

દાદાશ્રી: ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે ‘કોઈ મને શું કહેશે ?’ એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.

પ્રશ્નકર્તા: આ સમાજમાં ઘણાં લોકો જૂઠું બોલે છે અને ચોરી-લબાડી બધું કરે છે, ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી ? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું ?

દાદાશ્રી: એવું છેને, પહેલા જૂઠું બોલ્યા હતા તેનું તો ફળ આવ્યું છે, અહીં ચાખો છો નિરાંતે(!) પેલો થોડું સાચું બોલ્યો હતો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. ન્યાય છે, બિલકુલ ન્યાય છે.

એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રખડ રખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જે આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ પુરુષાર્થ.

Reference: Book Excerpt: વાણી વ્યવહારમાં... (Page #40 - Paragraph  #1 to #5)

Related Questions
  1. લોકોને ભય શા માટે લાગે છે?
  2. ભયની અસર શાના લીધે ઉત્પન્ન થાય છે?
  3. જુઠું બોલવાનું, ચોરી કરવાનું કે કોઈને છેતરવાનું કારણ શું હોય છે અને શું એનું ફળ મળે?
  4. મૃત્યુનાં ભયથી કેવી રીતે મુક્તિ મળે?
  5. નિર્ભયતા કેવી રીતે લાવી શકાય અને તેની અસર કેવી હોય છે?
  6. ભય પાછળનું વિજ્ઞાન શું છે?
  7. શા માટે આપણને થતા નેગેટીવ ભાવોનો ભય રાખવો જોઈએ?
  8. બધા જીવોને અભયદાન કેવી રીતે આપી શકાય?
  9. અહિંસા કેવી રીતે પળાય? શા માટે આપણે ત્રસકાય જીવોને દુઃખ કે પીડા ના પહોંચાડવી જોઈએ?
  10. આધ્યાત્મિક બાબતોમાં ગર્વ અને કેફ રૂપી અહંકાર અને સ્વછંદી બુદ્ધિ નો ભય રાખવો જોઈએ?
  11. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
  12. માનસિક, શારીરિક કે કોઈ પણ પ્રકારના ભય અને ભોગવટાથી મુકિત કેવી રીતે થાય?
  13. જ્ઞાનીનાં શરણે જવાથી ભયથી મુકિત કેવી રીતે થાય?
  14. આત્મજ્ઞાનથી તમામ પ્રકારના ભયથી કેવી રીતે મુક્તિ થાય?
×
Share on